જેનરિક દવાઓના જન ઔષધિ સ્ટોર હવે પેટ્રોલ પંપ પર ખૂલશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે દેશભરના પેટ્રોલ પંપ પર જેનરિક દવાઓની દુકાનો ખોલવાની યોજના પર કામ કરી રહી છે. આ દુકાનોને જન ઔષ‌િધ‌ સ્ટોર એવું નામ આપવામાં આવશે. આ યોજનાનો હેતુ સામાન્ય લોકોને સસ્તા ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ વાતની જાણકારી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ પંપ પર બિનઈંધણ ઈકો સિસ્ટમ લાવવા માટે ટાઈઅપ કરવા જઈ રહી છે. ભવિષ્યમાં રસાયણ અને ખાતર મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ અંતર્ગત પેટ્રોલ પંપ પર જન ઔષ‌િધ સ્ટોર ખોલશે.

આ ઉપરાંત પાવર મિનિસ્ટિર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ૨૦૧૯ સુધીમાં ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ બની જશે, જે સંપૂર્ણપણે એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરશે. દર વર્ષે રૂ. ૪૦,૦૦૦ કરોડની બચત થશે. સરકારી કંપની ઈઈએસએલ દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ કંપનીઓના ૫૪,૫૦૦ પેટ્રોલ પંપ પર હવે જેનરિક દવાઓ ઉપરાંત એલઈડી બલ્બ, ટ્યૂબલાઈટ અને પંખા વેચવામાં આવશે.

You might also like