જનરલ મોટર્સે ભારતમાં બંધ કર્યું પોતાની કારનું વેંચાણ

નવી દિલ્હી: જનરલ મોટર્સ કંપની હવે ભારતમાં પોતાની કાર વેંચશે નહીં. વર્ષના અંત સુધીમાં હવે બંધ થઇ જશે.

જનરલ મોટર્સ બેંગ્લોરમાં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ રાખશે. આ ઉપરાંત એ ભારતમાં મેન્યૂફેક્ચરિંગ ઓપરેશન માટે બે પ્લાન્ટ પર રીફોકસ કરશે. એક પ્લાન્ટ મુંબઇના દક્ષિણ પૂર્વમાં તાલેગાંમમાં છે. જીએમ પશ્વિમી ગુજરાતમાં ચાઇનીઝ જોઇન્ટ વેન્ચર કંપની પાર્ટનર SAIC Motor Corpને વેચવાની યોજના બનાવી રહી છે.

જનરલ મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે Chevrolet બ્રાન્ડ માટે હવે માર્કેટ નથી. ભલે ભારતનું ઓટો બજાર ઝડપથી વધી રહ્યું હોય અને આગળના સમયમાં જાપાનને પછાડીને ત્રીજા નંબર પર હોઇ શકે છે. જો કે કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એ પૂરી રીતે ભારતના બજારથી પોતાને અલગ કરશે નહીં.

જીએમના ઇન્ટરનેશનલ ઓપરેશનના ચીફ સ્ટેફન જેકોબીએ કહ્યું, જીએમ ભારતમાં મુખ્ય રૂપથી મેક્સિકો અને લેટિન અમેરિકાથી એક્સપોર્ટ કરે છે. આ વર્ષે 31 માર્ચ સુધી આશરે બમણા 70 હજાર 969 વાહનોને એક્સપોર્ટ કરવામાં આવ્યા. તાલેગાંનમાં પ્લાન્ટની ક્ષમતા 1 લાક 30 હજાર કારોની છે.

ઓટો સેક્ટરનું બજાર ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. આ પ્રસંગે આટલી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીના પરત જવા પર ઝટકો લાગશે.

http://sambhaavnews.com/

You might also like