ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા, શાળાઓની મંજૂરીના મુદ્દાને લઇને ચર્ચા

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા યોજાશે. આ સભા તોફાની થવાની શકયતા છે. આ સભામાં વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચા થશે. આ બેઠકમાં શાળાઓની મંજૂરીને લઈને ચર્ચા કરાશે. મહત્વનુ છે કે, શાળાઓની મંજૂરીને લઈને કારોબારીના અમુક સભ્યો પર વહીવટના આક્ષેપ લાગ્યા હતા.

આ સભામાં કુંવરજી બાવળીયા, પ્રિયવદન કોરાટ, લલિત વસોયા અને નરેદ્ર વાઢેર સહિતના સભ્યો પ્રસ્તાવ રજૂ કરશે. આ સાથે જ ધોરણ 12માં સાયન્સ ઉત્તરવહીના પુનઃ મુલ્યાંકન માટે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ 2 વિષયમાં પુનઃમુલ્યાંકન માટે પ્રસ્તાવ રજૂ કરવામા આવશે.

જ્યારે ધોરણ 10માં પાસિંગ માર્ક માટે બોર્ડ અને શાળાના માર્કસને ધ્યાને લેવા માટે દરખાસ્ત પણ કરાશે. શાળાના મળીને 33 ગુણ મેળવનારને પાસ કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવશે. આ સાથે જ યોગ્યતાના આધારે શાળાઓને મંજૂરી આપવા માટે પણ દરખાસ્ત કરાશે.

You might also like