ભારત વિરુદ્ધ ઝેર ઓકવા ગયેલા પાક.આર્મી ચીફને અમેરિકાએ ભાવ ન આપ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં આર્મી ચીફ જનરલ રાહીલ શરીફે પોતાનાં દેશમાં કથઇત ભારતીય હસ્તક્ષેપ અંગેનાં ડોસિયર (દસ્તાવેજ) લઇને પોતાની હાલની જ અમેરિકન યાત્રા દરમિયાન ત્યાનાં નેતૃત્વ સાથે ચર્ચા પણનહોતી કરી. સૈન્ય પ્રવક્તા લેફ્ટિનેન્ટ જનરલ અસીમ સલીમ બાજવાએ કહ્યું કે આ મુદ્દો યોગ્ય સ્તર પર દૂતાવાસમાં જ પતાવવામાં આવ્યો અને બેઠકમાં નેતાઓ વચ્ચે આ મુદ્દો ન ઉઠાવાયો. પાકિસ્તાને ગત્ત મહિને ભારતને ત્રણ ડોસિયર સોંપ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કબિલાઇ વિસ્તાર (ફાટા)નાં બલૂચિસ્તાન અને કરાંચીમાં કથિત રીતે ભારતીય સુરક્ષા એજન્સીઓ હસ્તક્ષેપ કરી રહી છે. વાતાવરણ ડહોળવાનાં પ્રયાસો કરતી રહે છે. જેનાં પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
જો કે ત્યાર બાદ સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકન અધિકારીઓને આ અહેવાલ સોંપવામાં આવ્યો હતો. અમેરિકાની ગત્ત અઠવાડીયાની યાત્રામાં નજરલ રાહિલની સાથેનાં પ્રતિનિધિમંડળમાં બાજવા પણ હતા. તેમણે કહ્યું કે, બેઠકમાં કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થઇ હતી. કારણ કે કાશ્મીર જ વિવાદનો મુખ્ય મુદ્દો છે. જેનું સમાધાન થાય તો ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવી શકે છે.
જનરલ રાહીલ પોતે જ અમેરિકા ગયા હતા કારણ કે તેનાં અમેરિકી સમકક્ષ અથવા પેંટાગન તરફથી તેને કોઇ પણ આમંત્રણ મળ્યું નહોતું. પોતાની યાત્રા દરમિયાન શરીફે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જો બાઇડન, વિદેશ મંત્રી જ્હોન કેરી અને સંરક્ષણ મંત્રી એશ્ટન કાર્ટર તથા અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી.

You might also like