સર્જિકલ સ્ટ્રાઇકના આ હિરોને મળ્યું ઇનામ

નવી દિલ્હીઃ સર્જિકલ સ્ટ્રાઇકની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર લેફ્ટેનેન્ડ જનરલ સતીશ દુઆને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ હવે દિલ્હીમાં ચીફ ઓફ ઇન્ટિગ્રેટિડ ડિફેન્સ સ્ટાફ બની ગયા છે. તે સેનામાં 1979માં કમિશ્નર હતા અને આ યુનિટમાં શામેલ થતા હતા. કાઉન્ટર ટેરરિઝમ સ્પેશલિસ્ટ તરીકે જાણીતા લે.જ. દુઆ કાશ્મીરમાં ચિનાર કોર (15 કોર)ની કમાન્ડિંગ કરતા હતા. ત્યારે જ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવ્યો છે. કાશ્મીર ઘાટીના સૌથી મોટા પ્રદર્શનને તેમના જ કાર્યકાળમાં શાંત પાડવામાં આવ્યું હતું. ઉડીમાં સેનાના હુમલા બાદ ભારતીય સેનાએ PoKમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકિયોના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ઠેકાણાઓ તહેસનહેસ કરી દેવામાં આવ્યાં હતા.

સતિશ દુઆનો કાર્યકાળ ચિનાર કોરમાં ગત વર્ષ 27 ઓગસ્ટે શરૂ થયો હતો. યુવાનો સાથે કામ કરવા માટે તેમને ઓળખવામાં આવે છે. ઉત્તર પૂર્વમાં આસામ રાઇફલ્સમાં આતંકિયો સાથે લડવા માટે તૈયાર કરવા માટે દુઆનું સૌથી મોટું યોગદાન હતું. તેઓ ભારતીય સેના તરફથી વિયતનામ, કંબોડિયા અને લાઓસમાં પણ રહીં ચૂક્યા છે.

You might also like