ગીતા ફોગટ હવે કરશે ‘ખતરો કે ખીલાડી’

મુંબઇઃ  ખતરો કે ખિલાડીની આગામી સિઝન શરૂ થવા જઇ રહી છે ત્યારે રેસલર ગીતા ફોગટ તેમાં ભાગ લેવા જઇ રહી છે. ગીતા ભારતની પ્રથમ રેસલર છે કે જેણે  2010માં કોમન વેલ્થ ગેમમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. લંડન ઓલમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ લેડી પણ ગીતા ફોગટ હતી.

ગીતાને આ પહેલાં સેલિબ્રિટી કપલ લાન્સ શો માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. જો કે ગીતાને ચેનલે ખતરો કે ખિલાડીમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. ગીતાએ આ શોમાં ભાગ લેવા માટે રસ દાખવ્યો હતો અને તે હવે આ શોમાં ભાગ લઇ રહી છે. ગીતા ફોગટ સાથે ટીવી એક્ટર રાજીવ દૂબે, રવિન્દ્ર ધનજાની, નીઆ શર્મા, બિગ બોસ વિનર મનવીર ગુર્જર અને કરન વાહી પણ ભાગ લઇ રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like