ગીતા બસરાએ શેર કર્યું પુત્રીનું પ્રથમ પિક

મુંબઇઃ નવ દિવસ પહેલાં જ ગીતા બસરાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. ત્યારે ટવિટર પર લોકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. તો આ તરફ ગીતાએ પણ પોતાના ફેન્સ અને ફોલોઅર્સ અને શુભચિંતકોને તેમની લિટલ એન્જલને શુભેચ્છા પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

27 જૂલાઇએ ગીતાએ લંડનમાં પુત્રીને જન્મ આપ્યો છે. તે સમાચાર ખુદ હરભજનની માતા અવતાર કોરે આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે વીઝા ન મળવાને કારણે તેઓ લંડન જઇ શક્યા નથી. પરંતુ ફોન પર તેમણે પત્નીને શુભેચ્છા પાઠવી છે. હરભજન પણ ટીવી શોમાંથી બ્રેક લઇને પોતાની પત્ની અને પુત્રીને મળવા પહોંચી ગયો છે. તો આ તરફ ગીતાએ પોતાની દિકરીની પ્રથમ તસ્વીર લોકો સમક્ષ શેર કરી છે. ગીતા અને હરભજને ગત ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા. ગીતા એક મોડલ કમ એક્ટ્રેસ છે.

You might also like