ટ્રેડ વોર ઇફેક્ટઃ ચીનના બીજા કવાર્ટરમાં GDP સુસ્ત

નવી દિલ્હી: કેલેન્ડર વર્ષ ર૦૧૮ના બીજા ત્રિમાસિક સમયગાળામાં ચીનનો જીડીપી સુસ્ત જોવા મળી રહ્યો છે. અમેરિકાની સામે ટ્રેડ વોરના કારણે જીડીપી ઉપર અસર થઇ છે અને તેથી અર્થવ્યવસ્થા પર પણ સીધી નકારાત્મક અસર જોવા મળી છે.

કેલેન્ડર વર્ષ ર૦૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ ૬.૮ ટકા જોવા મળ્યો હતો. તે બીજા ત્રિમાસિક સમયગાળામાં ઘટીને ૬.૭ ટકા જોવા મળ્યો છે. આ ડેટા એએફપી સર્વે ઓફ ઇકોનોમિકના અનુમાન પ્રમાણે છે.

ચીનની ઇકોનોમીમાં જોવા મળી રહેલી સુસ્તીના કારણે વિશ્વના અન્ય દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે તેવી ચિંતા અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. યુરો‌પિયન કાઉ‌ન્સિલના પ્રેસિડેન્ટે બી‌જિંગમાં થયેલા સંમેલનમાં જણાવ્યું હતુું કે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપા‌રિક તંગદીલીના કારણે બંને દેશ ઉપર અસર જોવા મળી છે.

તેઓ દ્વારા અમેરિકા, ચીન અને રશિયા દ્વારા આ બાબતે ઉકેલ શોધવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીન સરકાર દ્વારા લેવામાં આવેલ મોટી લોન સંકટ સામે પણ ઝઝૂમી રહ્યું છે એટલું જ નહીં, ટ્રેડ વોરના પગલે યુઆન પણ નરમ પડ્યો છે.

You might also like