ગાયત્રી મંત્ર જપતાં પહેલાં આટલું અવશ્ય જાણો

ધર્મગ્રંથો પ્રમાણે બધા મંત્રોમાં ગાયત્રી મંત્ર સૌથી વધુ દિવ્ય અને ચમત્કારી છે. આ મંત્રના જાપથી ખૂબ જ ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્ર વિદ્યાનો પ્રયોગ ભગવાનની ભક્તિ, બ્રહ્મજ્ઞાન, પ્રાપ્તિ, દૈવીય કૃપા પ્રાપ્ત કરવાની સાથ જ સાંસારિક તથા ભૌતિક સુખ-સુવિધાઓ, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે પણ કરી શકાય છે.
શાસ્ત્રો પ્રમાણે ગાયત્રી મંત્રને વેદોને સર્વશ્રેષ્ઠ મંત્ર બતાવવામાં આવ્યો છે. આ મંત્ર જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર જાપ પહેલો સમય છે, પ્રાતઃકાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવા જોઈએ. જ્યારે સૂર્યોદય પછી સુધી જાપ કરવો જોઈએ.
મંત્ર જપ માટે બીજો સમય છે બપોરના મધ્યાહ્નનો. બપોરમાં આ મંત્રનો જપ કરવામાં આવે છે. તેના પછી ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડા સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાનો હોય તો મૌન રહીને માનસિક રીતે જાપ કરવો જોઈએ. મંત્ર જાપ મોટા અવાજે ક્યારેય ન કરવો.
ગાયત્રી મંત્રનો અર્થ સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માના તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરો.
શાસ્ત્રોમાં તેના જાપની વિધિ વિસ્તૃત રીતે આપવામાં આવી છે. આ મંત્રનો જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. આ મંત્રના જાપથી આપણને આ દસ લાભ પ્રાપ્ત થાય છે. ઉત્સાહ તથા સકારાત્મકતા, ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી ધૃણા થાય છે, પરમાર્થમાં રુચિ જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, નેત્રોમાં તેજ આવે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
આ પ્રમાણે a૨૪ દૈવી શક્તિઓથી ભરપૂર ગાયત્રી મંત્ર સનાતન અને આદિમંત્ર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માને આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને તે મંત્રની સાધના કરવાથી તેમનામાં સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. ગાયત્રી ચાર ચરણોની વ્યાખ્યારૂપે બ્રહ્માજીએ ચાર મુખોથી ચાર વેદોનું વર્ણન કર્યું. તેથી ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ચારેય વેદ ગાયત્રીની વ્યાખ્યા છે.
ધર્મગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્ર દ્વારા જગતની આત્મા માનવામાં આવતા સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના નીરોગી જીવનની સાથે-સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારી હોય છે, પરંતુ તેની માટે ગાયત્રી મંત્રની સાધના વિધિ વિધાન અને મન, વચન, કર્મની પવિત્રતાની સાથે જરૂરી માનવામાં આવે છે.
વેદમાતા ગાયત્રીની ઉપાસના ૨૪ દેવીશક્તિઓની ભક્તિનું ફળ તથા કૃપા આપનાર બતાવવામાં આવી છે. તેનાથી સાંસારિક જીવનમાં સુખ, સફળતા અને શાંતિની ઈચ્છા પૂરી થાય છે. ખાસ કરીને દરરોજ સવારે સૂર્યોદય કે બ્રાહ્મમૂહુર્તમાં ગાયત્રી મંત્રનો જાપ એવી જ કામનાઓને પૂરી કરવામાં ખૂબ જ શુભ અને અસરદાર માનવામાં આવે છે.
ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ.
ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સાંજે પણ કરી શકાય છે.
ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, પરંતુ સ્વાસ્થ સારું ન હોય કે કોઈ કારણથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઈ ભીના કપડાથી શરીર લૂછી લો.
તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ. બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો. આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય. •

You might also like