રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે કહ્યું સમલૈંગિકતા કોઈ ગુનો નથી

નવી દિલ્હી: સમલૈંગિક સંબંધોને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક મોટું નિવેદન અાપ્યું છે. સંઘે કહ્યું કે સમલૈંગિકતા કોઈ ગુનો નથી. કોઈ પણ વસ્તુ ત્યાં સુધી ગુનો ન કહેવાય જ્યાં સુધી તે બીજાના જીવન પર અસર ન કરે. સંઘના અા નિવેદન બાદ હોમોસેક્સ્યુયાલિટીને બિનઅપરા‌િધક ગણાવવાની ચર્ચા વધુ તેજ બની છે. સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસબોલેઅે જણાવ્યું કે સમલૈંગિકતા પર અારઅેસઅેસનો મત શા માટે હોવો જોઈઅે. જ્યાં સુધી તે અન્ય વ્યક્તિના જીવન પર અસર કરતી નથી ત્યાં સુધી તે અપરાધ નથી.

દત્તાત્રેયે કહ્યું કે અા બાબત કોઈ પણ વ્યક્તિનો પર્સનલ મુદ્દો છે. સંઘ તરફથી અા નિવેદન અાવ્યા બાદ એવી અાશા સ્વાભાવિક છે કે સરકાર અાઈપીસીની કલમ-૩૭૭ને રદ કરવાની કોશિશ કરશે. અા કલમ હેઠળ સમલૈંગિકતાને અપરાધ માનવામાં અાવે છે. ગયા મહિને સમલૈંગિકતાને ગુનો ન ગણવાનો પ્રસ્તાવ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે લોકસભામાં રજૂ કર્યો હતો, પરંતુ ભાજપના સાંસદોના વિરોધના લીધે ગૃહે તેનો સ્વીકાર ન કર્યો.

અાવા સંજોગોમાં સમલૈંગિકતા પર સંઘ તરફથી અાવેલું અા નિવેદન ખૂબ જ મહત્ત્વનું છે. ભાજપમાં કેટલાક નેતા એવા છે, જે સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીથી બહાર રાખવાની વકીલાત કરે છે. તાજેતરમાં નાણાપ્રધાન અરુણ જેટલીઅે કહ્યું હતું કે જ્યારે લાખો લોકો તેમાં સામેલ છે તો તમે એની અવગણના ન કરી શકો. ગયા મ‌િહને સુપ્રીમ કોર્ટ પણ સમલૈંગિક સંબંધોને અપરાધ ગણાવનાર અાઈપીસીની કલમ-૩૭૭ િવરુદ્ધ દાખલ તમામ અાઠ ક્યુરિ‌િટવ પિટિશન પર સુનાવણી માટે તૈયાર થઈ હતી. સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બેંચને અા મુદ્દો
સોંપ્યો છે.

You might also like