યુ.એસ.માં ગુજરાતી યુવાનના ગે મેરેજ, બંગાળી યુવાન સાથે કર્યા લગ્ન

અમદાવાદઃ મૂડ વડોદરાના અને શિકાગો ખાતે રહેતા યુવાને બંગાળી યુવક સાથે લગ્ન કર્યા છે. નવ વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે ભારતીય રિતરીવાજ પ્રમાણે તેમના લગ્ન યોજવામાં આવ્યા હતા. લગ્નમાં દાંડીયારાસ અને ગુજરાતી જમણવારનું આયોજન હતું. શિકાગો યોગ સાધના આશ્રમના મહિલા આચાર્યએ આ લગ્ન વિધી કરી હતી. હિંદુ રીતરિવાજ પ્રમાણે સમગ્ર વિધી કરાવામાં આવી હતી.
નીરલ શેઠ રશ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં સાઇકાયટ્રિનો પ્રોફેસર છે. તેની ઉંમર 31 વરસની છે. તેણે જેની સાથે લગ્ન કર્યા એનું નામ અનિરુધ્ધ હાજરા છે અને તે મૂળ બંગાળી છે.  જે તે જ  યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ચીફ રેસિડન્ટ છે. નીરલ નોર્થવેસ્ટર્ન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છે અને શિકાગો કોલેજ ઓફ ઑસ્ટિપેથિક મેડિસિનમાંથી તેણે ડૉક્ટરેટ કરેલું છે.
નીરલ અને અનિરુધ્ધ 2005માં એક વેબસાઇટ મારફતે એક કોમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા હતા. એક વરસ વાતચીત ચાલી, ત્યાર બાદ 2006ના ઉનાળામાં અનિરુધ્ધ ખાસ નીરલને મળવા શિકાગો ગયો. એ તેમની પહેલી રૂબરૂ મુલાકાત હતી. . નીરલ અને અનિરૃધ્ધનો પ્રેમ અનોખો છે. નીરલ જ્યારે હાઇસ્કૂલમાં હતો ત્યારે જ તેણે પેરન્ટ્સને પોતાના ગે હોવા અંગે વાત કરી દીધી હતી. નવ વરસ ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન અંગે વિચાર્યું હતું. નીરલના 30મા જન્મ દિવસે અનિરુધ્ધે તેની માટે જમવાનું બનાવ્યું હતું અને એક લાંબો લેટર લખ્યો હતો. એ જ દિવસે રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું.
નીરલ જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેને કાંઇક અલગ પ્રકારની ફિલિંગ થતી હતી. 12 વર્ષે તેને ખ્યાલ આવી ગયો કે તે ગે છે. તે સમયે તેને થોડો ગુસ્સો અને થોડી શરમ બને આવતી. સ્કૂલમાં પણ તેની સાથે અયોગ્ય વ્યવહાર થતો, પરંતુ સમય સાથે તેણે પોતાની વાસ્તવિકતા સાથે સમાધાન કરી લીધું. સમય સાથે લોકો તેને સ્વિકારતા ગયા અને જીવન જીવવા માટે અનિરૃધ્ધ જેવો સાથી મળી જતા લાંબો સમય સુધી ડેટિંગ કર્યા બાદ લગ્નગ્રંથીએ જોડાઇ ગયા. આ અનોખા લગ્નનીથી થીમ એન્ટીક ઇન્ડિયા હતી.

You might also like