કમલ હસન અને ગૌતમીનો ૧૩ વર્ષ જૂનો સંબંધ તૂટ્યો

ચેન્નઈ: હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના ટેલેન્ટેડ સ્ટાર કમલ હસનની પર્સનલ જિંદગી ફરી એકવાર ડામાડોળ થઈ છે. કમલ હસનની પત્ની અને અભિનેત્રી ગૌતમી તડીમલ્લાઅે હસન સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી છે. કમલ હસનનાં અા ત્રીજાં લગ્ન હતાં. અા પહેલાં તે વાણી ગણપતિ અને સારિકાથી અલગ થઈ ચૂક્યો છે.

ગૌતમીઅે પોતાના બ્લોગમાં અા બાબતની જાણકારી અાપી. તેને લખ્યું છે કે મારા માટે અા બાબત ખૂબ જ તકલીફકારક છે કે હું અને હસન હવે એક સાથે નથી. અમે લોકો ૧૩ વર્ષ સુધી એક સાથે રહ્યાં. મેં મારી જિંદગીમાં અાટલો દુઃખ ફેંસલો ક્યારેય લીધો નથી. હસનથી અલગ થવાનો નિર્ણય લેવો મારા માટે ક્યારેય સરળ ન હતું. કેન્સરને માત અાપીને જિંદગીને ગળે લગાવનાર ગૌતમી ‘અરબુવા સગોથરરગલ’ થેવર માગન અને પાપનાશમ જેવી સફળ ફિલ્મમાં કમલ હસન સાથે કામ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે જ્યારે રસ્તા અલગ થઈ જાય અને સ્વપ્નાંઅો સાથે સમજૂતી કરવા કે એકાકીપણાના સત્યને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન બચે ત્યારે અાગળ વધવું યોગ્ય હોય છે. છેલ્લાં બે વર્ષમાં અા સત્યનો સ્વીકાર કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં શ્રુતિ હસન અને ગૌતમીમાં અણબનાવ બન્યા બાદ કમલ હસન સાથેનું અંતર વધવા લાગ્યું હતું. ત્રણેય શાબાશ નાયડુ િફલ્મમાં એક સાથે કામ કરી રહ્યાં છે. ગૌતમીઅે જણાવ્યું કે તે હંમેશાં અભિનેતાની પ્રતિભાનું સન્માન કરતી રહેશે.

You might also like