માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાધાન્ય આપવા મેયર ગૌતમ શાહનો બીઆરટીએસમાં પ્રવાસ

અમદાવાદ: વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના ભાગરૂપે માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુને વધુ ઉપયોગ કરવાની શહેરના સૌ નગરજનોને અપીલ કરવાના ઉમદા હેતુસર મેયર ગૌતમ શાહે બી.આર.ટી.એસ.ના સોલ ભાગવતથી મણિનગરના રૂટ નં. ૯માં નારણપુરા એ.ઈ.સી. ચાર રસ્તાના બસ સ્ટેન્ડથી અમદાવાદ મ્યુ. કોર્પેારેશનની મુખ્ય કચેરી દાણાપીઠ સુધીનો પ્રવાસ કર્યો હતો.

વળી તેઓએ એમ પણ જણાવ્યું કે તેઓ બી.આર.ટી.એસ. બસમાં પ્રવાસ મહિનામાં ઓછામાં ઓછા એક વખત અને તેથી વધારે દિવસ પણ પ્રવાસ કરનાર છે. હાલમાં શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમજ પાર્કિંગની સમસ્યા વિકટ છે ત્યારે સૌ આવા બી.આર.ટી.એસ. જેવી માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તો શહેરમાં લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહેશે. વળી ખાનગી કંપની -ઓફિસમાં તેમજ સ્કૂલના એક જ સ્થળ જવા માટે કંપની બસ, સ્કૂલ બસ, ઓટોરિક્ષા, કાર વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પણ વધુને વધુ ઉપયોગ વધે તેવી પણ મેયરે લાગણી વ્યક્ત કરી કંપની – સ્કૂલના સંચાલકોને ખાસ અપીલ કરી છે.

આ બી.આર.ટી.એસ. એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે અને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. ત્યારે કોર્પોરેટ અને પ્રોફેશનલ જગતના મહાનુભાવ સંચાલકોને પણ અપીલ છે કે એક વખત આ બસ સેવાનો ઉપયોગ કરે તો તેઓને પણ ચોક્કસ ગમશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે તેવી વિનંતી છે.

શાહ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ ઝડપથી અમલીકરણમાં છે ત્યારે તે ટ્રાન્સપોર્ટેશનના અમલીકરણ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે જ પરંતુ આ અમલીકરણ થાય ત્યાં સુધી અમદાવાદના સૌ નગરજનોને ચોક્કસ દિશા આપી શકાય તે માટે મેયરે આ માસ બી.આર.ટી.એસ.માં પ્રવાસ કર્યો છે.

You might also like