આજે ટીવીના ‘કર્ણ-દ્રોપદી’ લગ્ન કરશે, જુઓ મહેંદીની વિધીના ફોટો

ટીવી સિલેબ્રિટીઝ કપલના લગ્નની શરૂઆત આ નવા વર્ષે ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીના લગ્નથી થઈ રહી છે. આ બંને જણા આજે લગ્નગ્રંથિથી જોડાશે. ગૌતમ અને પંખુડીની લગ્નની મહેંદીની રસ્મના ફોટા પણ જાહેર થઈ ગયા છે.

આ કપલના સંબંધીઓએ બંનેના મહેંદીના ફંક્શનના ફોટા શેર કર્યાં છે. જેમાં ગૌતમ રોડે બ્લુ કલરના કુર્તામાં અને પંખુડી ગુલાબી રંગના ડ્રેસમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે. આજે બંનેના લગ્નની વિધી સંપૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે ગૌતમ અને પંખુડી એકસાથે સોની ટીવી પરની સિરીયલ ‘સૂર્યપુત્ર કર્ણ’ માં એકસાથે કામ કરી ચૂક્યા છે. જેમાં ગૌતમે કર્ણનો રોલ કર્યો હતો અને પંખુડીએ દ્રૌપદીનો રોલ કર્યો હતો. બંનેનું હોમટાઉન દિલ્હી હોવાથી બંનેના લગ્ન પણ દિલ્હીમાં થઈ રહ્યા છે.

બંને કલાકારોએ ગયા વર્ષે દિવાળીમાં ચૂપચાપ સગાઈ પણ કરી લીધી હતી. ગૌતમ અને પંખુડી બંને છેલ્લા 2 વર્ષથી રિલેશનશીપમાં છે. જો કે બંને વચ્ચે 13 વર્ષની ગેપ છે. ગૌતમ 40 વર્ષનો છે અને પંખુડી માત્ર 27 વર્ષની છે.

ઉલ્લેખનીય છે કે ગૌતમે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘મહાકુંભ’ જેવી સિરીયલોમાં કામ કર્યું છે. તો પંખુડી પણ ‘રઝિયા સુલતાન’ અને ‘ક્યા કુસૂર હૈ અમલા કા’માં કામ કર્યું છે. તેણે સૂર્યપુત્ર કર્ણમાં દ્રૌપદીનો રોલ કર્યો હતો, જેના દર્શકોએ ખૂબ વખાણ કર્યાં હતા.

You might also like