ગૌતમ ગંભીર બીજી વાર પુત્રીનો પિતા બન્યો

નવી દિલ્હીઃ ભારતીય ઓપનર અને કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન ગૌતમ ગંભીર બીજી વાર પુત્રીનો પિતા બન્યો છે. તેની પત્ની નતાશાએ બુધવારે પુત્રીને જન્મ આપ્યો હતો. આ વાતની જાણકારી ગૌતમ ગંભીરે આપી હતી. આ મેસેજ સાથે તેણે નવજાત બાળકીનો ફોટો પણ શેર કર્યો છે, તેની મોટી દીકરી આઝિન પોતાની નાની બહેનને ખોળામાં લઈને બેઠી છે. ગંભીરે લખ્યું હતું કે, ”અમારા પરિવારમાં એક પરી આવી છે, જે અમારા જીવનને રોશન કરશે. આ વિશ્વમાં સ્વાગત છે તારું.”
http://sambhaavnews.com/

You might also like