ગંભીરની દીકરીએ યો-યો ટેસ્ટ પાસ કર્યો!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે યો-યો ટેસ્ટ પાસ કરવા ફરજિયાત છે, પરંતુ ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરની પુત્રીએ પણ આ ટેસ્ટ પાસ કરીને બધાને ચોંકાવી દીધા છે.

ગંભીરે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગંભીરની પુત્રી આઝીન યો-યો ટેસ્ટ આપી રહી છે અને તેણે આ ટેસ્ટ સાવ આસાનીથી પાસ પણ કરી લીધો.

ગંભીરે આ પોસ્ટ પર સચીન તેંડુલકર, હરભજનસિંહ, યુવરાજસિંહ જેવા દિગ્ગજોનાં સૂચન પણ માગ્યાં છે. આઝીનના વીડિયોને લોકોએ પણ બહુ જ પસંદ કર્યો છે. આઝીદનની પ્રશંસા સાથે કેટલાક ચાહકોએ ફરજિયાત યો-યોને મજાક સમાન ગણાવ્યો છે.

એક યુઝરે લખ્યું, ”યો-યો ટેસ્ટ એક મજાક છે, કોહલીની રાજનીતિ છે.” અન્ય એક યુઝરે કહ્યું, ”તે (આઝીન) રોહિત શર્મા કરતા વધારે સારો સ્કોર કરી રહી છે.” યો-યો ટેસ્ટ એક જાતનો ફિટનેસ ટેસ્ટ છે. આ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓની ફિટનેસ જાણવાનો હોય છે.

You might also like