ગૌતમની ‘કરિયર’ પર ગંભીર ઈજા થતાં રહી ગઈ

ઇન્દોરઃ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ગૌતમ ગંભીરની વાપસી થઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં રમવાની તક પણ મળી, પરંતુ અંત દર્દનાક રહ્યો. ટેસ્ટ ટીમમાં ગંભીરને બે ઓપનિંગ બેટ્સમેન કે. એલ. રાહુલ અને શિખર ધવન ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સ્થાન મળ્યું, પરંતુ ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તે ખુદ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો. ભારતે હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, પરંતુ એ પહેલાં શિખર ધવન અને કે. એલ. રાહુલ ફિટ થઈ જશે. આ સ્થિતિમાં ગૌતમ ગંભીરનું ટીમમાં સ્થાન જોખમમાં પડત, પરંતુ એવું બન્યું નહીં, કારણ કે આજે મેચના ચોથા દિવસ મુરલી વિજયના આઉટ થઈ ગયા બાદ તે બેટિંગમાં આવ્યો હતો.

ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સ દરમિયાન પણ ગૌતમને ઈજા થઈ હતી, તેમ છતાં તેણે બેટિંગ કરવાનું નક્કી કર્યું. બીજી ઇનિંગ્સમાં પોતાના છઠ્ઠા રન દરમિયાન ગૌતમે ડાઇવ લગાવી અને ફરી એક વાર પોતાના ખભાને ઈજાગ્રસ્ત કરી બેઠો. ગઈ કાલે તે મેદાનમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે પોતાનો હાથ પણ હલાવી શકતો નહોતો. જોકે આજે તે ભારતની પહેલી વિકેટ પડ્યા બાદ મેદાનમાં આવ્યો ત્યારે દર્શકોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો. આમ, ગંભીરની કરિયર પર ગ્રહણ લાગતા રહી ગયું હતું.

You might also like