દિલ્હીને ચેમ્પિયન બનાવવાનો કર્યો હતો દાવો, અધવચ્ચે છોડી કેપ્ટન્સી

IPL 2018માં પોતાના નિરાશાજનક પરફૉર્મન્સ પછી ગૌતમ ગંભીરે દિલ્હી ડેયરવિલ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ગૌતમ ગંભીરની જગ્યાએ યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરને દિલ્હીની કેપ્ટન્સી સોંપવામાં આવી છે, જોકે ગૌતમ ગંભીર ટીમનો ભાગ રહેશે.

ગૌતમ ગંભીરએ દિલ્હી ડેયરવિલ્સની કેપ્ટન્સી છોડવા પર કહ્યુ કે, ”આ મારો નિર્ણય હતો. મેં ટીમ માટે યોગદાન આપ્યુ નથી. કેપ્ટન હોવાની સાથે મારે જવાબદારી લેવાની હતી. મને લાગે છે કે આ સમય સાચો છે.”

ગંભીરે કહ્યુ કે, ”હું કેપ્ટન્સીનું પ્રેશર હેન્ડલ ના કરી શક્યો, જેથી મેં કેપ્ટન્સી છોડી દીધી. આ મારો નિર્ણય છે, ફ્રેન્ચાઇઝીનું મારા પર કોઇ દબાણ નથી. મેં મારા નિર્ણયની પત્ની સાથે વાત કરી હતી.”

ગંભીર કહ્યુ કે, ”હું બધું બદલવા માટે ઉતાવળ કરી રહ્યો હતો, પરંતુ તેની ઉલ્ટી અસર થઇ, જેથી હું પ્રેશર હેન્ડલ ના કરી શક્યો. મેં આ મુદ્દે વિચાર્યુ અને કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો.” આ પ્રેસ કોન્ફરન્સમાં ફેન્ચાઇઝીના CEO હેમંત દુઆ અને કોચ રિકી પોન્ટિંગ પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે 2 વખત કોલકાતા નાઇટ રાઇડર્સને IPLનું ટાઇટલ જીતાડ્યુ છે અને તે કોલકાતાની જેમ દિલ્હીને પણ ટાઇટલ અપાવવા ઇચ્છતા હતા. તમને જણાવી દઇએ કે, આ પહેલા ગૌતમ ગંભીરે કહ્યુ કે, કોલકાતા નાઇટ રાઇડર્સની જેમ દિલ્હી ડેયરડેવિલ્સને IPLનું ટાઇટલ જીતાડીને સન્યાંસ લેશે.

હજુ સુધી રમાયેલી 6 મેચમાં દિલ્હી ડેયરવિલ્સને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે.આ સિઝનમાં ગૌતમ ગંભીરનું પરફૉર્મન્સ પણ સારું ન રહ્યો. તેણે 5 ઇનિંગ્સમાં માત્ર 85 રન જ કર્યા, જેમાં કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ઘ પહેલી મેચમાં તેણે 55 રનની ઇનિંગ રમી.

આ વર્ષે IPL ખિલાડીઓની હરાજીમાં દિલ્હીની ટીમ ગંભીરને 2.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોલકાતા નાઇટરાઇડર્સને 2012 અને 2014માં ગંભીરને કેપ્ટન્સનીમાં IPLનું ટાઇટલ મળ્યું હતું.

You might also like