સૈફુલ્લાનું એન્કાઉન્ટ માસ્ટર માઇન્ડ ગૌસ ખાને જોયુ હતું

લખનઉઃ આતંકી સંગઠન IS માટે લખનઉ-કાનપુરનું ખતરનાખ ગ્રૂપ તૈયાર કરનાર માસ્ટર માઇન્ડ ગૌસ મોહમ્મદ ખાનvr એટીએસ અને એસટીએફની સંયુક્ત ટીમે રાજધાનીના પીજીઆઇ વિસ્તારમાંથી ધકપકડ કરી છે. સાથે જ આ સમગ્ર આતંકી ગ્રૂપને સવલતો પૂરી પાડનાર અઝહરને એટીએસની ટીમે ગુરૂવારે દબોચી લીછો છે.

માસ્ટર માઇન્ડ ગૌસને રાજધાનીની હાજી કોલોનીમાં તે દિવસે ન હતો. તેણે સંદિગ્ધ આતંકી સૈફુલ્લાના એન્કાઉન્ટને પોતાની આંખોથી જોયું છે. રાયબરેલીનો રહેવાસી ગૌસ ઉર્ફે જીએમ ખાન ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે 15 વર્ષ સુધી નોકરી કરતો હતો. 1993માં વીએરએસ લીધું હતું. પોલીસનો દાવો છે કે તે આ તમામ ઘટનાનો માસ્ટર માઇન્ડ છે.

એડીજી દલજીત ચૌધરીનો દાવો છે કે ખુરાસાન ગ્રૂપને એટીએસ, એસટીએફ અને પોલીસે નષ્ટ કરી નાથ્યું છે. પોલીસની ઝડપથી હવે માત્ર એક યુવક રોકી રાણાવત જ બાકી છે. જોકે કોલોનીમાં માર્યો ગયેલ આતંકી સૈફુલ્લાહ અને તેની પાસેથી પ્રાપ્ત થયેલા પુરાવા કાનપુર તેમજ મધ્યપ્રદેશમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકિયોની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે ગૌસ ખુરાસાન ગ્રૂપનો માસ્ટર માઇન્ડ છે.

http://sambhaavnews.com/

You might also like