ગૌરી ખાને પુત્રી સુહાનાના સેક્સી ફોટો શેર કર્યાઃ સોશિયલ મીડિયા પર ચર્ચા

શાહરુખ ખાનની પુત્રી સુહાના બોલિવૂડ ડેબ્યુથી અત્યારે ભલે થોડી દૂર હોય, પરંતુ સ્ટાઇલ અને ફેશન સેન્સની બાબતમાં તે જ્હાનવી કપૂર અને સારાઅલી ખાનને ટક્કર આપી રહી છે. સુહાનાની માતા ગૌરી ખાને સુહાનાની સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. સુહાનાએ સિલ્વર કલરનો સીમરિંગ મેટાલિક ડ્રેસ પહેર્યો છે તેમાં તે અત્યંત હોટ અને સેકસી લાગી રહી છે.

સુહાનાનો આ સેકસી લુક સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. કોઇએ સુહાનાને હોટ તો કોઇકે માતા-પુત્રીની આ જોડીને હોટ અને કિલર ગણાવી છે. કેટલાક લોકો સુહાનાના ગ્લેમ લુકના દીવાના થઇ ગયા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સુહાનામાં જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યા છે. સમયની સાથે તે ગ્લેમરસ થતી જાય છે. શાહરુખ ખાન ઘણીવાર કહી ચૂકયો છે કે તેની પુત્રી સુહાના એક અભિનેત્રી બનવા ઇચ્છે છે.

 

સુહાના કયારે ડેબ્યૂ કરશે તે તો નક્કી નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે સુહાના ધીમે ધીમે જહાનવીને ધીમે ધીમે ટકકર આપવા કોશિશ કરી રહી છે અથવા તો એમ પણ કહી શકાય કે ડેબ્યૂ પહેલાં જ્હાનવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટક્કર આપનાર મળી ગયું છે.

You might also like