શાહરૂખની દિકરી સુહાના મમ્મી સાથે પહોંચી તાજ મહેલ, જુઓ Photos

ભારતીય બોલિવડુના બાદશાહ કિંગખાનની દિકરી સુહાના ખાન હાલમાં લંડનથી તેના મિત્રો સાથે ભારતના પ્રવાસે આવી છે. સુહાના ખાને તેની મિત્રો તેમજ તેની મમ્મી ગૌરી ખાન સાથે તાજ મહેલ જોવા પહોંચી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેની પુત્રી સુહાના ખાન સાથેના તાજમહેલના કેટલાક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા.

ગૌરી ખાને જે ફોટાઓ પોસ્ટ કર્યાં છે તેમાં સુહાના તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. શાહરૂખ ખાનની દિકરી સુહાનાએ જીન્સ અને કુર્તી પહેર્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની દિકરી સુહાના હાલમાં લંડનમાં અભ્યાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ સુહાનાનો બિકનીવાળો ફોટો વાયરલ થયો હતો. સુહાના ખાન બોલિવુડના પોપ્યુલર સ્ટાર કિડ છે. તેના ફોટા હંમેશા વાયર થતાં હોય છે.

You might also like