જૈવિક કચરામાંથી બનેલા ગેસથી સિટી બસ દોડશે

ઈન્દોર: સ્વચ્છતા રેન્કિંગમાં બે વખત પ્રથમ રહેલા ઈન્દોર શહેરમાં આગામી દિવસોમાં જૈવિક કચરામાંથી બનેલા ગેસમાંથી સિટી બસો દોડાવવાનો પ્રયોગ હાથ ધરવામાં ‍આવશે.આ રીતે ઈન્દોર મિથેન ગેસની મદદથી બસ દોડાવનાર દેશનુ પ્રથમ શહેર બની જશે.

ઈન્દોરમાં આ માટે હાલ રિક્ષા અને જાહેર પરિવહનનાં અન્ય વાહનોને પણ મિથેલ ગેસથી ચલાવી શકાય તે માટેનુ આયોજન કરવામા આ‍વી રહ્યું છે. આ માટે શરૂઆતમા ૨૦ બસોમાં તેનો ઉપયોગ કરવામા ‍આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ સીએનજીથી ચાલતી ૬૩ બસમાં પણ આવી સિસ્ટમ લાગુ કરવામા આવશે. આ માટે શહેરમાં જૈવિક કચરામાંથી મીથેન ગેસ બનાવવા અેક હજાર કિલોની ક્ષમતાનો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ બે પ્લોટ બનાવવામાં આવશે. જેના કારણે શહેરમાં દરરોજ ત્રણ હજાર કિલો ગેસનો પુરવઠો મળી રહેશે.

સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ શહેરની સૌથી મોટા શાક માર્કેટમાં ૧૦ કરોડના ખર્ચે બનેલા વેસ્ટ ટુ બાયોગેસ પ્લાન્ટમાંથી ૨૦ ટન જૈવિક કચરા(ફળ અને શાકભાજીમાંથી નીકળતા) માંથી દરરોજ એક હજાર કિલો ગેસ તૈયાર કરવામાં આવશે. હાલ શહેરમાં દરરજ લગભગ ૬૦૦ ટન ભીનો કચરો નીકળી રહ્યો છે. જેનો અત્યાર સુધી ખાદ્યચીજો બનાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે બાયો મિથેન પ્લાન્ટમાં બનનારા ગેસની કિંમત સીએનજી કરતા પ્રતિ કિલો પાંચ રૂપિયા ઓછી રહેશે. હાલ સીએનજીના ભાવ ૫૮ રૂપિયા કિલો છે જ્યારે આ મિથેન ગેસ ૫૩ રૂપિયામાં મળી રહેશે. તે રીતે આ ગેસ વાહનાલકોને સસ્તો પડશે. અને તે ૬૩ બસમાં ઉપયોગમાં લેવાનું આયોજન છે.

You might also like