ચંડોળા તળાવ પાસે ગેસ ગળતરની અફવાથી નાસભાગ

અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલ બેરલ માર્કેટમાં ગઇ કાલે મોડી રાતે વાતાવરણમાં ગેસ ગળતરની અફ્વા ફેલાતાં નાસભાગ મચી ગઇ હતી. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સ્થાનિકોએ ફાયર‌િબ્રગેડને જાણ કરી હતી, જોકે અંતે ફાયર‌િબ્રગેડના કર્મચારીઓએ તપાસ કરતાં વાતાવરણમાં ગેસ ગળતર નહીં, પરંતુ કે‌િમકલના ખુલ્લા બેરલમાંથી દુર્ગંધ વાતાવરણમાં ફેલાઇ હોવાનું સામે આવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચંડોળા તળાવ પાસે આવેલ બેરલ માર્કેટમાં ગેસ ગળતર થાય છે તેવા સમાચાર ફેલાતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ફાયર‌િબ્રગેડના 3 ફાયરફાઇટરે બેરલ માર્કેટ પહોંચીને ગેસ ગળતર કઇ ફેક્ટરીમાં થાય છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અંતે તપાસ કરતાં હવામાં કોઇ ગેસ ગળતર નહીં, પરંતુ બેરલના ઢાંકણા ખોલી નાખતાં તેમાં રહેલા કે‌િમકલની દુર્ગંધ વાતાવરણમાં ફેલાઈ હતી. પાંચ મહિના પહેલાં નારોલ વિસ્તારમાં આવેલી જીઆઇડીસીની ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં એક કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને અસર થઈ હતી. કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વટવામાં એક બેરલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના શ્વાસ રુંધાયાના સમાચાર મળ્યા હતા.

આ મુદ્દે ફાયર‌િબ્રગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું હતું કે કે‌િમકલયુક્ત બેરલના ઢાંકણાં ખોલી દેવાતાં તેની દુર્ગંધ હવામાં ફેલાઇ હતી, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

You might also like