ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં અફરાતફરી

અમદાવાદ: પાલનપુર રોડ પર થરાદ ચાર રસ્તા પાસે ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઇ જતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી અને ટેન્કરમાંથી ગેસ લીક થતાં લોકોએ ભયના કારણે નાસભાગ કરી મૂકી હતી. કંડલા તરફ જઇ રહેલું ગેસ ભરેલું ટેન્કર પાલનપુર રોડ પર થરાદ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યું હતું ત્યારે ટેન્કરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર રોડ પર જ પલટી ખાઇ ગયું હતું. ટેન્કરે પલટી ખાતાં જ ગેસ લીક થવા લાગ્યો હતો જેના કારણે લોકોમાં ભયની લાગણી ઊભી થતાં નાસભાગ મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહા‌િન કે કોઇને ઇજા પહોંચી ન હતી.
http://sambhaavnews.com/

You might also like