તમારા ઘરમાં પણ છે Gas Cylinder તો જાણી લો આ વાતો!

ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે હંમેશા પહેલા માચિસ સળગાવો, ત્યારબાદ બર્નર નોબને ઓન કરો. ખાવાનું બનાવતી વખતે હંમેશા કોટન ક્લોથસનો ઉપયોગ કરો. સિન્થેટિક મટિરિયલ જેમ કે સિલ્ક, શિફોન જેવા કપડાં પહેરીને ગેસ પાસે કામ કરવાનું અવોઇડ કરો.

જો તમને એવું લાગી રહ્યું છે કે ગેસ લીક થઇ રહ્યો છે તો ઇલેક્ટ્રિક સ્વિચને ક્યારેય પણ ઓપરેટ કરશો નહીં. મેન સ્વિચ સપ્લાય બંધ કરી દો. આજે અમે તમને ગેસ સિલિન્ડરથી જોડાયેલી કેટલીક એવી સેફ્ટી ટિપ્સ માટે જણાવવા જઇ રહ્યા છીએ. એને ફોલો કરવાથી તમે ક્યારેય જોખમમાં નહીં મૂકાવો.
– હંમેશા બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અપ્રૂવ્ડ જ ઉપયોગ કરો.

– BIS અપ્રૂવ્ડ રેગ્યુલેટર અને સુરક્ષા વાળી ટ્યૂબનો ઉપયોગ કરો. આ ઉપકરણ LPGના ઓથરાઇઝ્ડ ડિસ્ટ્રિબ્યૂટરથી જ ખરીદો.

– સિલિન્ડર લેતી વખતે કંપનીનું સીલ અને સેફ્ટી કેપ ચેક કરો. આ ક્યાંયથી પણ ડેમેજ ના હોય.

– જો તમે LPGનો સેફ ઉપયોગ જાણતા નથી તો ડિલિવરી પર્સનથી ડિમોન્સટ્રેશન લઇ શકો છો.

– ગેસ અપ્લાયન્સની નક્કી કરેલા સમયમાં સર્વિસ કરાવતાં રહો.

– ગેસ સ્ટવને ક્યારેય જાતે રિપેર કરવો સેફ નથી. એટલા માટે હંમેશા ડિસ્ટ્રિબ્યૂટર મિકેનિકને કોલ કરો.

– કામ પૂર્ણ થવા પર પહેલા સિલિન્ડરની નોબ બંધ કરી દો. પછી સ્ટવના નોબને બંધ કરો.

– સિલિન્ડરનો જ્યારે ઉપયોગ કરી રહ્યા નથી તો રેગ્યુલેટરને ઓફ જ રાખો.

– સિલિન્ડરને ખુલ્લી જગ્યામાં ઊભી પોઝિશનમાં રાખો. કિચનમાં વેન્ટિલેશન હોવું જોઇએ.

– ગેસ સ્ટવ હંમેશા સિલિન્ડરથી ઉપના લેવલ પર રાખવો જોઇએ. સિલિન્ડર ક્યારેય પણ ફ્લોર લેવલથી નીચે અથવા કેબિનેટની અંદર ના હોવું જોઇએ.

– શેલ્ફ અને સ્ટોરેજ કેબિનેટ ક્યારેય પણ ગેસ સ્ટવની એકદમ ઉપર ના હોવું જોઇએ. એવામાં આગ પકડવાની ઘટનાનો ડર રહે છે.

– ક્યારેય ગેસ સ્ટવની આસપાસ પડદા ના હોવા જોઇએ. નહીં તો હવાથી પડદા ગેસ સ્ટવ સુધી પહોંચાડી શકે છે.

– સિલિન્ડરને હીટના બીજા સોર્સથી દૂર રાખો. કેરોસીન ક્યારેય પણ સિલિન્ડરની આસપાસ ના રાખો.

You might also like