લસણની ખીર

સામગ્રી

2 કપ લો ફેટ મિલ્ક

3-4 ખજૂર

11/2 કપ લસણ

1 ચમચી કોર્ન ફ્લોર, પાણીમાં ઓલારેલો

ખાંડ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ  લસણને ફોલીને વચ્ચેથી કટ કરીને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં રાખો.  ત્યાર બાદ થોડી ફટકડી એડ કરીને તેને થોડી વખત ગરમ પાણીમાં રાખો. જેથી લસણની તીખાસ જતી રહેશે.  લસણ ઉકળી ગયા પછી તેને બરોબર સાફ કરીને અલગથી એક બાઉલમાં રાખો. હવે દૂધ અને ખજૂરના મિશ્રણને મિક્સ કરીને પેનમાં ઉકાળો.  જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં લસણ અને કોર્ન ફ્લોર એડ કરીને થોડી વખત ગેસ પર રાખો. તૈયાર લસણની ખીરમાં કટ કરેલા સૂકા મેવા એડ કરીને ગરમા ગરમ સર્વ કરો.

You might also like