રોજની બિમારીઓથી પરેશાન છો, તો લસણ છે એકમાત્ર ઇલાજ

નવી દિલ્હી: ગરમી હોય કે ઠંડીની સિઝન દરેક ઘરમાં બિમારીઓનું આવજ જાવન થતું જ રહેતું હોય છે. આ બધી બિમારીઓથી બચવા માટે આપણે ઘરથી લઇને ડોક્ટર સુધી ભાગવું પડે છે. પરંતુ તમે એ જાણતા નથી કે રોજે થતી બિમારીઓનો ઉપાય તમારા ઘરમાં જ છે. અમે વાત કરી રહ્યા છીએ લસણની. લસણની તીખી ગંધના કારણે સાદું ખાવાનું લોકો ટાળે છે. હકીકતમાં તો લસણના આવી ભારે સ્મેલના કારણે તેનું એક પરિવર્તનશીલ તેલ છે. આ તેલનો ઉપયોગ શરીર પર લાગેલા જખમ પર કરવામાં આવે છે.
એટલું જ નહીં સલણના તેલમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાને કારણે ભયાનક રોગને અટકાવવા માટે પણ લાભદાયક છે. લસણને સાચી રીતે લેવામાં આવે તો તે કોઇ પણ સાઇડઇફેક્ટસ વગર ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે. કોલેસટ્રોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે જ બેક્ટિરિયાને મારવા માટે પણ લસણ કામ કરે છે.

લસણથી શ્વાસ સંબંધી બિમારી, ખાંસી અને શ્વાસના ઉપાય માટે આદર્શ માનવમાં આવે છે. આ આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયાને નિશ્વિત કરે છે. લસણ શ્વસન તંત્રની સમસ્યાઓ, સ્કીનની ફરિયાદો, તાવ, પેટના રોગો, વાયરલ, મેદસ્વિતા જેવી બિમારીઓના ઇલાજ માટે ફાયદાકારક છે.

લસણમાં મહત્વપૂર્ણ વિટામીન અને ખનિજનો સમાવેશ થાય છે. આ હૃદય માટે એક સારા ટોનિક સાથે સાથે પ્રભાવી અને ભૂખઉત્તેજના પણ હોય છે. આવી સલાહ પણ આપવામાં આવે છે કે શરદી, ખાંસી, ગળામાં દુખાવો પણ લસણ થોડી ક જ ક્ષણોમાં ખતમ કરે છે.

કાચા લસણ કરતાં રસોઇમાં બનાવેલું લસણ વધારે ફાયદાકારક હોય છે. જો કાચુ લસણ વધારે લેવામાં આવે તો પાચન તંત્રમાં સોજો, એલર્જી, સુસ્તી અને પાણીની ખામી પણ થઇ જાય છે.

You might also like