બિહાર: મુઝફ્ફરપુરના ગરીબનાથ મંદિરમાં ભાગદોડ, 25થી વધુ લોકો ઘાયલ

બિહારના મુઝફફપુરમાં શ્રાવણ મહિના ત્રીજા સોમવારે સવારે-સવારે ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ મચી જતાં ઘણા બધા કાવડિયા સહિત 25 લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશથાય છે.

આજે શ્રાવણ મહિના ત્રીજો સોમવાર હોય મંદિરમાં ભારે ભીડ જોવા મળી. ઉલ્લેખનીય છે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં લાખો લોકો દર્શને અહીં આવે છે. બિહાર સરકાર શ્રાવણ મહિના દરમિયાન શ્રધ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવાના તમામ દાવા કરતી હતી. પરંતુ સોમવારે સવારે થયેલી આ દૂર્ઘટના બાદ તંત્રની પોલ ખુલી ગઇ હતી.

મુઝફ્ફરપુરના હરિસભા ચૌક પાસે ભાગદોડ મચી ગઇ હતી. આ દૂર્ઘટના જળાભિષેક દરમિયાન થઇ જેમાં 25 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને મુખરજી સેમિનરી સ્થિ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કાવડિયાને સતત શાંતિપૂર્વક જળાભિષેક કરવા અપીલ કરી રહ્યાં છે.

You might also like