‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. “યુનાઈટેડ વે ઓફ બરોડા”નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો કરાયો છે. ત્યારે ગરબાની ફીમાં વધારો થતાં કોંગ્રેસનાં નેતાની આગેવાનીમાં ગરબા પ્રેમીઓએ તેનો વિરોધ કર્યો હતો.

ખૈલેયાઓએ ગરબાની ફીમાં ઘટાડાની માંગ કરી છે. મહત્વનું છે કે, યુનાઈટેડ વે ઓફ બરોડાનાં ગરબાનાં આયોજકો દ્વારા મહિલાઓનાં પાસની ફી 500થી વધારીને 700 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે પુરુષોની ગરબાની ફી 3 હજારતી વધારીને 3500 રૂપિયા કરી દેવામાં આવી છે. જેનો ખૈલેયાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ફીમાં ઘટાડો કરવાની પણ તેઓએ માંગ કરી હતી.

મહત્વનું છે કે ‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં ગરબા આયોજકોએ ગરબાની ફીમાં વધારો કરતા કોંગ્રેસનાં નેતાની આગેવાનીમાં જ ગરબા પ્રેમીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેથી ખૈલયાઓએ ગરબાની ફીમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હવે આગામી મહિને જ નવરાત્રી શરૂ થવા જઇ રહી છે.

ત્યારે ગરબાનાં ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે વડોદરા શહેરમાં “યુનાઈટેડ વે ઓફ બરોડા”નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો કરાતા ચાહકોમાં એક વિરોધની લાગણી જોવાં મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગરબાની ફીમાં ઘટાડો કરવામાં આવશે.

You might also like