સુરતી ખેલૈયાઓનો હટકે અંદાજ, સ્કેટિંગ સાથે ખેલશે ભવ્ય દાંડિયારાસ

728_90

સુરતઃ નવરાત્રીનાં પ્રારંભને લઈને સમગ્ર રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ આ વર્ષે ખૈલેયાઓ નવા સ્ટેમ્પ સાથે નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ ગયાં છે. આદ્યશક્તિ મા અંબાનો પર્વ નવરાત્રિ શરૂ થવાને આરે જ છે ત્યારે રાજ્યભરમાં આયોજકો પૂરજોશમાં નવરાત્રીને લઇ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે તો નાની બાળાઓથી માંડીને યુવતીઓ તથા યુવકો રોજ સાંજનાં સમયે ગરબા પ્રેક્ટિસ માટે અલગ-અલગ ક્લાસિસોમાં જઇને ગરબાને આખરી ઓપ આપી રહ્યાં છે.

ત્યારે આ વખતે રાજ્યમાં પ્રથમ વાર સુરતમાં સ્કેટિંગ કરતા કરતા ગરબે ઘૂમવાની તૈયારીઓ સુરતી ખેલેયાઓએ શરુ કરી દીધી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ખાસ વાત તો એ છે કે સ્કેટિંગ પર ગરબાની સાથે સાથે ખેલૈયાઓ દાંડિયા પણ રમી રહ્યાં છે.

ગરબાને લઈને સુરતીઓમાં ઉત્સાહ વધે અને તેઓ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમે તે માટે સુરતમાં શરુ કરવામાં આવેલી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટીસ શહેરમાં ધૂમ મચાવી રહી છે. જો કે આ ખેલૈયાઓને થોડુંક ટફ તો પડે છે. સ્કેટિંગ કરીને હાથમાં દાંડિયા લઈને આ ખેલૈયાઓ ટીપોટ્સ, બેસીને સીટપ્સ, વનલેગ જમ્પીંગ જેવાં સ્ટેપ્સ કરી રહ્યાં છે.

સુરત શહેરનાં ઘોડદોડ રોડ વિસ્તાર ખાતે છેલ્લાં ૨૦ વર્ષથી એક ગરબા કલાસ ચાલે છે. જેમાં મીના મોદી નામની મહિલા સુરતીઓને નવા નવા પ્રકારના ગરબા શીખવાડે છે. સુરતીઓને નવા નવા પ્રકારનાં ગરબા શીખવામાં ખૂબ જ રસ હોય છે. જેથી ગોડદોડ રોડનો ગરબા કલાસ આ વર્ષે પણ કંઈક હટકે સ્કેટિંગ ગરબા લાવ્યાં છે. ગણેશોત્સવની ઉજવણી કર્યા બાદ સુરતીઓ નવરાત્રીની તૈયારીમાં લાગી ગયાં. સુરતીઓ મોટી સંખ્યામાં સ્કેટિંગ ગરબા શીખીને કંઈક અલગ જ આકર્ષણ ઉભું કરે છે.

ગરબાને લઈને સુરતીઓમાં ઉત્સાહ વધે અને તેઓ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમે તે માટે સુરતમાં શરુ કરવામાં આવેલી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટીસ પણ ધૂમ મચાવી રહી છે. જો કે આ ખેલૈયાઓને થોડુંક ટફ તો પડે છે. પગમાં સ્કેટિંગ પહેરી અને હાથમાં ડાંડિયા લઈને મોજીલા સુરતીઓ ગરબે ઘૂમવાની સાથે-સાથે વિવિધ સ્ટેપ્સ પણ લઇ રહ્યાં છે.

આ સ્કેટિંગ ગરબામાં ટીનેજર્સ વધારે રસ લઇ રહ્યાં છે. કારણ કે આજનાં ટીનેજર્સોને હંમેશાં કંઈક અલગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જો કે યુવાનોને પણ આ ગરબા સ્કેટિંગ આકર્ષિત કરી રહ્યાં છે. આગામી નવરાત્રી ઉત્સવમાં સુરતનાં સ્કેટિંગ ડાંડિયા ગરબા ધૂમ મચાવતા જોવાં મળશે.

You might also like
728_90