તમારા ઘરે બનાવો હવે દરેક ગુજરાતીઓને પ્રિય એવું “ગાંઠીયાનું શાક”

ગાંઠીયાનું શાક બનાવવાની સામગ્રીઃ
તેલઃ 2 ટેબલસ્પૂન
રાઇઃ 1/2 ટેબલ સ્પૂન
દહીં: 3/4 કપ
હિંગઃ 1/2 ટેબલ સ્પૂન
લાલ મરચું: 1 ટેબલસ્પૂન
હળદરઃ 1/4 ટેબલસ્પૂન
પાણીઃ 1/2 કપ
સમારેલી કોથમીરઃ 2 ટેબલસ્પૂન
ગાંઠીયાઃ 11/2 કપ
મીઠું: સ્વાદ અનુસાર

ગાંઠીયાનું શાક બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક પેન લો. તેની અંદર તેલ નાખો અને તેને ગરમ કરો. હવે તેને ગરમ કર્યા બાદ તેમાં રાઇ નાખવી. જ્યારે રાઇ તતડી જાય એટલે તેમાં દહીં, હિંગ, હળદર, લાલ મરચું, મીઠું અને પાણી ઉમેરી તેને બરાબર રીતે મિક્ષ કરી લેવું.

હવે આ મિક્ષ કર્યા બાદ આ મિશ્રણને બેથી ત્રણ મિનીટ સુધી તેને ઉકળવા દેવું. ત્યાર બાદ આ મિશ્રણ જ્યારે ઉકળી જાય એટલે તેમાં ગાંઠીયા નાખવાં. હવે આને માત્ર 1થી 2 મિનીટ સુધી ઉકળવા દેવું. તો લો હવે તૈયાર છે તમારૂ આ ગાંઠીયાનું શાક. કે જેને ગાર્નિશ કરવા માટે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવવી.

You might also like