વીરેન્દ્ર સેહવાગે કોચ અંગે કરેલી મુર્ખતાપુર્ણ વાત : સૌરવ ગાંગુલી

કોલકાતા : ભારતીય ક્રિકેટ ટીમનાં પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વીરેન્દ્ર સહેવાગની તે ટીપ્પણને મુર્ખતાપુર્ણ ગણાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સેટિંગ ન હોવાનાં કારણે તેઓ કોચ બની ન શક્યા. સેહવાગે નિવેદન બાબતે પુછવામાં આવતા ગાંગુલી મારે કાંઇ પણ નથી કહેવું તેમણે મુર્ખતાપુર્ણ વાત કરી છે. વીરેન્દ્ર સહેવાગે શુક્રવારે કહ્યું હતં કે બોર્ડમાં સેટિંગ નહી હોવાનાં કારણે તે મુખ્ય કોચની રેસમાં હારી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોચની પસંદગી કરનારા ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતીમાં ગાંગુલી પણ હતા. આ સમિતીએ રવિ શાસ્ત્રીને ટમનાં કોચ તરીકે પસંદ કર્યા હતા. સહેવાગે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં દાવો કર્યો હતો કે બીસીસીઆઇમાં રહેલા અધિકારીઓનું સંરક્ષણ નહી મળી શકવાનાં કારણે ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ બનવાથી ચુક થઇ ગઇ અને બીજી વખત આ પદ માટે અરજી નહી કરે. તેમણે બોર્ડ અધિકારીઓનાં એક વર્ગ પર પણ પોસ્ટ માટે અરજી કરવા બાબતે ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગાંગુલીએ આ મુદ્દે વધારે બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પ્રસંગે ગાંગુલીએ આશા વ્યક્ત કરી કે દુર્ગા પુજા છતા 21 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ કોલકાતામાં યોજાનાર વનડે મેચ દરમિયાન મેદાન દર્શકોથી ભરેલું હશે.

You might also like