વડોદરાના કુખ્યાત ડોન મુકેશ હરજાણીની અંતિમ યાત્રા માટે પણ થઇ બબાલ

વડોદરા : ગુરૂવારે મોડી રાતથી જ ગેંગસ્ટર મુકેશ હરજાણીને ડોક્ટર્સની ટીમ દ્વારા મૃત જાહેર કરાયો હતો. જો કે કાનુની કાર્યવાહીમાં બીજો આખો દિવસ વીતી ગયો હતો. બીજી તરફ સંબંધીઓ પણ મૃતકનાં ઘરે વહેલી સવારથી જ આવી ગયા હતા. જો કે હોસ્પિટલ દ્વારા દેહ નહી સોંપાતા પરિવાર રોષે ભરાયો હતો.

જો કે અંતે પરિવાર દ્વારા હોબાળો કરાતા અને લોકોનો ધસારો વધતા અંગે મૃતદેહ સોંપી દેવાયો હતો. મૃતકનાં પરિવારે સાંજે 4 વાગ્યે અંતિમ યાત્રાની જાહેરાત કરી હતી. મુકેશનાં બહેન લક્ષ્મી બહેને જણાવ્યુ કે જો આટલુ મોડુ શા માટે થઇ રહ્યું છે. અમારે સાંજ પહેલા જ અંતિમ વિધિ કરી દેવાની હોય છે. અડધી કલાકનો વાયદો કરીને અમને આખો દિવસ બેસાડી રખાયા છે.

હોસ્પિટલમાં મુકેશ હરજાણીનાં મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેના પેનલ ડોક્ટરનાં અનુસાર મૃતકને કુલ 6 ગોળી વાગી હતી. જે પૈકી માથાના ભાગે એખ, બે છાતીમાં તથા પેટના નીચેના ભાગે એક ગોળી વાગી હતી. પાંચેય ગોળીઓ આરપાર નિકળી ગઇ હતી. પરંતુ ખભામાં વાગેલી ગોળી ફસાઇ ગઇ છે. જેને બહાર કઢાઇ છે. વિસેરા સહિતના સેમ્પલ એફએસએલ મોકલી દેવાયા છે.

You might also like