આનંદપાલ એન્કાઉન્ટરની CBIની માંગ : પોલીસ કર્મચારીને માર મરાયો

જયપુર : રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર મુદ્દે સમગ્ર રાજસ્થાનમાં બબાલ થઇ છે. રાજપુત સમાજનાં લોકોએ એન્કાઉન્ટરને નકલી ગણાવતા તેની સીબીઆઇ તપાસ માટેની માંગ કરી છે. આનંદપાલે વૃદ્ધ માં ધરણા પર બેસતા શબ લેવાનો ઇન્કાર કરી દીધો છે. ગુસ્સે થયેલી ભીડે પોલીસ સ્ટેશન પર હૂમલો કરી દીધો. પોલીસ કર્મચારીઓ સાથે પણ મારામારી કરી હતી.

મળતી માહિતી અનુસાર ચૂરૂનાં મૌલાસરમાં શનિવારે રાત્રે પાંચ લાખ લોકોનાં એન્કાઉન્ટર આનંદપાલનું એન્કાઉન્ટર સ્પેશ્યલિ ઓફરેશન ગ્રુપે તો કરી દીધું, જો કે તેમનાં ગામ સાંવરાદમાં ગુસ્સે થયેલી બીડે પોલીસ તંત્ર પર હૂમલો કરી દીધો. ભીડે નારાજગી વ્યક્ત કરવા માટે આ વાતનાં મુદ્દે ગેંગસ્ટર આનંદપાલ સિંહનું નકલી એન્કાઉન્કર કર્યું હતું.

નાગૌરમાં રાજપૂત સમાજનાં નેતાઓની ભારે ભીડ જમા થઇ ચુકી છે. એન્કાઉન્ટરની સીબીઆઇ તપાસની માંગના મુદ્દે શબ લેવાથી મનાઇ કરી દેવામાં આવી. લોકોએ નારાજગી એ રીતે વ્યક્ત કરી છે કે કાયદો અને વ્યવસ્થા કંટ્રોલ કરવા માટે ગયેલા પોલીસ સ્ટેશનનાં અધિકારી ઇન્દ્રરાજ અને એક કમાન્ડોને ભીડને એટલો માર માર્યો હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. દુબઇમાં ભણી રહેલ આનંદપાલની પુત્રી ગામ પરત ફરી આવી છે.

You might also like