સાત મહિનાની ગર્ભવતી પર ગેંગરેપ : રસ્તા પર તડપતી રહી કિશોરી

નવી દિલ્હી : ફુટપાથ પર રહેલી એક કિશોરી સાથે ગેંગરેપ અને ત્યાર બાદ તેને તડપતી છોડી દેવાની ઘટના સામે આી છે. આ કિશોરી પોલીસને પંડવ નગર રોડ પર તડપતી હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલમાં લઇ ગયા બાદ ખ્યાલ આવ્યો કે તે સાડા સાતમાસથી ગર્ભવતી હતી. તેની આ હાલત માટે કોણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. જો કે કિશોરી હાલ કાઇ પણજણાવી શકી નથી. તેણે હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો.

આ મુદ્દે પોલીસે બે આરોપીઓની ગેંગરેસના કેસમાં ધરપકડ કરી છે. એક આરોપીનું નામ બિટ્ટું છે. પાંડવનગર પોલીસ હાલ આ મુદ્દે તપાસ કરી રહી છે. આ કેસમાં એક તરફ જ્યારે કિશોરીને અમાનવીય હાલતમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો બીજી તરફ પોલીસનો માનવીય પક્ષ પણ ઉભર્યો છે.

ડીસીપી અનુસાર કિશોરી ફુટપાથ પર જ રહે છે. તે દરમિયાન આરોપીએ તેના પર રેપ કર્યો હતો અને ત્યાર બાદ તેને તડપતી હાલતમાં જ તેને મરવા માટે છોડી દીધી હતી. પોલીસ પેટ્રોલિંગ ટીમને તે તડપતિ હાલતમાં મળી આવી હતી. પોલીસે તુરંત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. સારવાર દરમિયાન તે માત્ર વિક્કીનાં નામનું રટણ કરી રહી હતી. જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. હાલ કિશોરી અને તેના બાળકની હાલત સ્થિર છે.

You might also like