લ્યો બોલો ગજબનો ન્યાય: ગેંગરેપના આરોપીઓને ફટકર્યો 12 ક્લિંટલ ઘઉંનો દંડ…!!

પાકિસ્તાનમાં ગેંગરેપના મામલા કેટલા હળવાશથી લેવામાં આવે છે તેનું જીવતું જાગતું એક ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ગેંગરેપના કેસમાં આરોપીઓએ દંડમાં 12 ક્લિંટલ ઘઉં અપીને કેસ રફેદફે કરી દીધો.

જો કે ભારતમાં ઘણી જગ્યાએ ખાપ પંચાયત હોય છે તે જ રીતે ‘જિરગા’ આદિવાસી વડીલોના માધ્યમથી વિવાદોના સમાધાનની પારંપારિક રીત છે. તેનો ઉપયોગ વિવાદોના સમાધાન માટે કરવામાં આવે છે. આ કેસમાં ગેંગરેપના બદલામાં છોકરીના પિતાને અનાજ આપવાનો ફેંસલો સંભળવવામાં આવ્યો છે. પિતાએ જણાવ્યું હતું કે જ્યારે તેને વળતર લેવાની ના પાડી તો તેના પરિવાર સહિત ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યો.

છોકરીના પિતાએ એ પણ કહ્યું હતું કે લોકલ મીડિયમાં મુદ્દો ચગ્યા બાદ સ્થાનિક પ્રભાવશાળી લોકો તેને મોંઢું બંધ રાખવા અને કેસ પરત લેવાની ધમકી આપી રહ્યાં છે. ઉમરકોટના એસએસપીને આદેશ કરવામાં કે તે આ કેસની તપાસ કરે અને પીડિતના પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવે.

You might also like