મુઝફ્ફરનગરમાં મહિલા સાથે બાળક-પતિની સામે ગેંગરેપ

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક બળાત્કારની ઘટના સામે આવી છે. મુઝફ્ફરનગરમાં ચાર લોકોએ એક મહિલા સાથે બંદૂકની અણી પર તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

આ મહિલાની સાથે તેના પતિ અને સાવ નાના બાળકની સામે જ ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ચાર આરોપીઓ તેને એક શેરડીના ખેતરમાં ખેંચી ગયા હતા અને તેના બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાના પતિ સાથે આરોપીઓએ મારપીટ પણ કરી હતી.

આ મામલે એફઆઈઆર નોંધવામા આવી છે અને પીડિતા તેમજ તેના પતિને મેડીકલ ટેસ્ટ માટે મોકલવામા આવ્યા છે.

You might also like