આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો લાખોના હીરા અને રોકડની લૂંટ

અમદાવાદ: ગઇ મોડી રાત્રે જસદણ-આટકોટ રોડ પર આંગડિયા પેઢીનો કમર્ચારી અકિલા લુંટાયો હોવાનું જાણવા મળે છે ઝાયલો કારથી પાછળથી ટક્કર મારીને અજાણ્યા શખ્સો રૂ. ર.૭૦ લાખનો રોકડ રકમ સહીત લાખોની કિંમતના હીરા લૂંટીને ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, જસદણની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના કમર્ચારી અમિત હરેશ (મૂળ પાટણ)પાર્સલના થેલા લઈને આટકોટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભૂમિ જિનિંગ નજીક પાછળથી અડફેટે લઈને રૂ.ર.૭૦ લાખની રોકડ રકમ સહિત હીરાના પડીકા લૂંટીને ફરાર થયા હતા કારની ટક્કર લગતા આંગડિયા કર્મીને ઇજા પહોંચી છે.

પ્રાથમિક પૂછપરછમાં રૂ.ર.૭૦ લાખની રોકડ રકમ અને હીરાના પડીકાની લૂંટ થઇ છે હીરાના પડીકા મોકલનારની પૂછપરછમાં અસલ હીરાની સાચી કિંમતનો આંકડો બહાર આવશે. પોલીસે આ અંગે લૂંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like