ગંગાજળ ઇલાજના કામમાં અાવી શકે કે નહીં તેના પર રિસર્ચ થશે

નવી દિલ્હી: મેડિકલ સાયન્સ પ્રમાણે ગંગાજીનાં પાણીમાં કેટલા ગુણ છે તેની જાણકારી મેળવવા માટે રિસર્ચ કરવાનો નિર્ણય કરાયો છે. એમ્સ સહિત અાઈઅાઈટી દિલ્હી, અાઈઅાઈટી કાનપુર, અાઈસીએમઅારના વૈજ્ઞાનિકોની ટીમ અાગામી છ મહિનામાં પોતપોતાના લેવલ પર રિસર્ચ કરીને પોતપોતાનો રિપોર્ટ અાપશે. અા રિપોર્ટ બાદ અાગળનું પ્લાનિંગ કરવામાં અાવશે. એમ્સના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની ટીમ રિસર્ચમાં જોડાયેલી છે. અા ટીમ ગંગાનાં પાણીની એક ક્વોલિટી પર રિસર્ચ કરશે જેની પરથી જાણ થશે કે ઇલાજ માટે અા પાણીનો ઉપયોગ કરી શકાય કે નહીં.

ગઈકાલે એમ્સમાં ગંગાનાં પાણી ઉપર નોન પ્યોરિફાઈંગ પ્રોપર્ટીઝ પર વર્કશોપ કરવામાં અાવ્યું. વર્કશોપ દરમિયાન તમામ સાયન્સટિક્સે કહ્યું કે અત્યાર સુધી ગંગાની ઉપર થયેલા રિસર્ચથી એ વાત સાબિત થઈ ચૂકી છે કે તેમાં બેક્ટેરિયોફાઝ મળે છે. બેક્ટેરિયોફાઝ એક પ્રકારનો વાઈરસ છે જે બેક્ટેરિયાને બનવા દેતો નથી. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માત્ર ગંગા નદીમાં જ સૌથી વધુ બેક્ટેરિયોફાઝ મળી અાવે છે. વર્કશોપમાં સામેલ વૈજ્ઞાનિકોઅે જણાવ્યું કે ગંગાના પાણીમાં મેડિકલ પ્રોપર્ટીઝને સાબિત કરવા માટે રિસર્ચની જરૂર છે જેથી બેક્ટેરિયા વિરુદ્ધ થઈ રહેલા એન્ટિબાયોટિક્સના ઉપયોગને યોગ્ય બનાવીને એન્ટિબાયોટિક્સની પોલિસીમાં બદલાવ લાવી શકાય.

ગંગાનાં પાણીને જો બે વર્ષ સુધી ઘરમાં રાખવામાં અાવે તો પણ તેમાં વાસ મારતી નથી. તેમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન પણ અાવતું નથી. અા વર્કશોપમાં ભાગ લેવા પહોંચેલા હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાઅે કહ્યું કે ગંગા નદીનાં પાણીની ક્વોલિટી છે કે તે ક્યારેય સડતું નથી. છ મહિના પછી અમે ફરી વખત અે એક સંમેલન કરીશું. જેમાં તમામ રિસર્ચ પેપર્સ પર ચર્ચા કરવામાં અાવશે અને ગંગા નદીની હેલ્થ પર પડનાર ઇફેક્ટને સાબિત કરી શકાશે. જેપી નડ્ડાઅે માનવસંસાધન, પર્યાવરણ અને અારોગ્ય મંત્રાલયની સાથે મળીને અા રિસર્ચ કરનારી સંસ્થા અાઈસીએમઅારને નાણાકીય મદદ અાપવાનું પણ કહ્યું છે. અારોગ્ય પ્રધાને કહ્યું કે અા રિસર્ચનાં પરિણામોને એક જાહેરાતના રૂપમાં પબ્લિશ કરાશે.

You might also like