અંજારના વરસાણાની સીમમાં ટ્રક નીચે બાળકી પર સામૂ‌િહક બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલી એક કોલોનીમાં ર વર્ષની માસૂમ બાળકીને બે નરાધમોએ લાલચ આપીને ટ્રકની નીચે લઈ જઇને સામૂ‌િહક બળાત્કાર ગુજારતાં સનસનાટી મચી ગઇ છે. બે હેવાનોએ આચરેલા આ કૃત્યથી બાળકીએ રાડારાડ કરી મૂકતાં આસપાસમાંથી લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને હવસખોર હેવાનોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલ ઈસ્પાત કંપનીની લેબર કોલોનીમાં બુધવારના રાતે ૯.૩૦ વાગ્યાના અાસપાસ બે વર્ષની બાળકી રમતી હતી ત્યારે કંપનીમાં માલસામગ્રી ખાલી કરવા આવેલા ટ્રકના ક્લીનર સબલુકુમાર કાલુસિંગ ચૌહાણ તથા ભરત મોહન ગામેતી (રહે. બંને રાજસ્થાન)એ બાળકી પર નજર બગાડી હતી.

બંને હવસખોરો બાળકીને લાલચ આપીને ટ્રક નીચે લઈ ગયા હતા, જ્યાં બન્ને જણાએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બંને શખ્સના કૃત્યથી બાળકીએ રાડારાડ કરી મૂકી હતી, જેના પગલે આસપાસમાંથી લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં,

ઘટનાની જાણ પોલીસને થતા તેઓ બનાવના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. સામૂ‌િહક દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સરવાર માટે અંજારથી ભૂજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે બન્ને હેવાન સામે પોક્સો એક્ટ સહિત બળાત્કારનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.

અંજાર તાલુકાના વરસાણામાં બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સપાટી પર આવતાં ચકચાર મચી ગઈ છે, ત્યારે પોલીસસૂત્રોએ જણાવ્યું હતંુ કે આરોપી સબલુ અને ભરત અલગ અલગ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા હતા. જેઓ પાછલા બે-એક વર્ષથી ઈસ્પાત કંપનીમાં માલસામાન ખાલી કરવા આવતા હતા. આ દરમિયાન આ કૃત્ય આચર્યું હતું.

You might also like