પંજાબની કબડ્ડી પ્લેયર સાથે કોંગ્રેસ નેતાની હાજરીમાં જ ગેંગરેપ

અમૃતસર : પંજાબમાં મહિલા કોંગ્રેસના જિલ્લા સેક્રેટરીનાં જ ઘરમાં પુર્વ સરપંચ સહિતનાં બે લોકોએ કબડ્ડી ખેલાડી સાથે ગેંગરેપ કર્યો હતો. પાસેનાં રૂમમાં જ કોંગ્રેસના નેતા શહનાઝ પણ હાજર હતા. છોકરીની કરૂણ ચીસો છતા પણ શહેનાઝે કોઇ મદદ કરી નહોતી. પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. જ્યારે શહનાઝને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.

પીડિતાના અનુસાર તે મૂળ બટાલાની વતની છે. તથા ચંદીગઢની એક શાળામાં અભ્યાસ કરે છે. તે કબડ્ડીની ખેલાડી પણ છે. દોઢ વર્ષ પહેલા પીડિતા અને અવતારની મુલાકાત થઇ હતી. બંન્નેની મિત્રતા વધવા લાગી હતી. બંન્ને વચ્ચે લાંબા સમયથી પ્રણય સંબંધ હતા. જો કે અવતારે પરિવાર સાથે મુલાકાતના બહાને બુધવારે તેને બોલાવી હતી. અવતારે શહનાઝની ઓળખ તેની બહેન તરીકે આપી હતી.

બીજો આરોપી નિર્મલ સિંહ અગાઉથી જ ત્યાં હાજર હતો. ઘરમાં અવતારસિંહે પીડિતાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ વિરોધ કરતા તેણે પિસ્તોલ કાઢીને પીડિતાને ડરાવી દીધી હતી. શહનાઝ બાજુનાં રૂમમાં હોવા છતા પણ મદદે આવી નહોતી. હાલ પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

You might also like