ગણપતિને પ્રસન્ન કરવા ૫૧થી વધુ ફ્લેવરના મોદક બજારમાં

અમદાવાદ: સર્વ પૂજામાં પ્રથમ પૂજનીય એવા દુંદાળા દેવ ગણેશજીને ભોજનમાં મોદક અતિપ્રિય હોવાનું શાસ્ત્રોમાં જણાવાયું છે. ભક્તો ગણેશજીને પ્રસાદમાં પણ મોદક જ અર્પણ કરવાનો આગ્રહ રાખે છે ત્યારે અત્યારે ધામધૂમથી ભક્તિસભર ઊજવાઈ રહેલા ગણેશ મહોત્સવમાં મીઠાઈના વેપારીઓએ એક નહીં, એકાવન પ્રકારના મોદક બનાવ્યા છે. સમયની સાથે શ્રીજીના પ્રસાદમાં પણ વરાઈટી આવી છે. માત્ર ચુરમાના મોદકનું સ્થાન હવે અનેક ફ્લેવરે લીધું છે.

બજારમાં વૈવિધ્યસભર મોદક મળી રહ્યા છે, જોકે ગણેશ ભક્તોમાં આજે પણ ચુરમા-બેસનના મોદકનો દબદબો જળવાઈ રહ્યો છે. લોકો સૌપ્રથમ પ્રસાદ માટે પહેલાં ટ્રેડિશનલ લાડુ ખરીદે છે, પછી વિવિધ ફ્લેવરવાળા મોદક પ્રસાદ માટે ખરીદે છે. ફ્રાઈડ મોદક, બનાના, ચોકલેટ, માઈક્રોવેવ, પોહા મોદક, ફ્રૂટ મોદક, મીઠા મોદક, નમકીન મોદક, ગુલાબજાંબુ મોદક, માવા મોદક, બેસન મોદક, રવા મોદક, તલ મોદક, હરિયાળી મોદક, બુંદી મોદક, ઓરેન્જ મોદક, સ્વીટ કોકોનટ મોદક, પંચ ખડિયા મોદક (ખજૂર, ખસખસ, કિસ‌િમસ, કોકોનટ વ.), ફાલી મોદક (રાજગરો), સિંગના મોદક, મગદાળના મોદક (મુશીક મોદક), શ્રીખંડ મોદક, અમૃત મોદક (પિસ્તા સ્ટફિંગ), સ્પાઈસી સ્ટીમ્ડ મોદક, ટ્રેડિશનલ મોદક (ચુરમાના લાડુ), ગ્રીન પીસ મોદક, ડ્રાય ફ્રૂટ મોદક, ડિલાઈટ મોદક, પાઈનેપલ મોદક, કેક-વેનીલા મોદક, રોઝ મોદક, કાજી કટ્ટાઈ મોદક, પીનટ-કોકોનટ મિક્સ મોદક, પિપર‌િમન્ટ ડાર્ક ચોકલેટ મિક્સ મોદક, મલાઈ મોદક, કેશ્યૂ મોદક, પનીર મોદક, ચોકો વોલનટ મોદક, રોઝ કોકોનટ મોદક, બકલાવા મોદક, સ્પાઈસી સ્ટીમ્ડ મોદક, સીમોલાના મોદક (ગોળ અને કોકોનટ સ્ટફિંગ), કેસર પેંડા મિક્સચર મોદક, કોકોનટ ચોકલેટ હાફ હાફ કોટેડ મોદક, સંદેશ મોદક, સાબુદાણા લાડુ પરંપરાગત મહારા‌િષ્ટ્રયન મોદકની પણ એટલી જ ડિમાન્ડ છે. મીઠાઈની દુકાનોમાં હાલમાં અન્ય મીઠાઈની સાથે જાતજાતના લાડુ ઉપલબ્ધ છે, જેમાં ૫૦ ગ્રામ વજનથી લઈને ૧ કિલો ગ્રામ વજન સુધીના મોદક ઉપલબ્ધ છે.

નાના મોદક સહિત પંડાલમાં શ્રીજીની મૂર્તિના હાથમાં મૂકવા માટે ૧ કિલોના મોદકનો પહેલાંથી ઓર્ડર આપવો પડે છે. રૂ. ૪૦૦થી માંડીને ૧૦૦૦ રૂપિયા સુધીના મોદકનું વેચાણ સમયની સાથે મોદક ફેન્સી બનવાની મોંઘું થયું છે. સાદા પેંડામાં ફ્લેવર ઉમેરાય તેવા મોદકનો ભાવ રૂ. ૪૦૦થી ૫૦૦ પ્રતિકિલો છે. ચોકલેટ મોદકનો ભાવ રૂ. ૮૦૦થી ૧૦૦૦ છે. મિક્સ મોદક રૂ. ૫૦૦ ચુરમા-બેસન મોદક રૂ. ૨૦૦થી ૩૦૦ ડિલાઇટ પાઈનેપલ-રોઝ, કોકોનટ ડ્રાય ફ્રૂટ, કાજુ, ઓરેન્જ મોદકનો ભાવ રૂ. ૫૦૦થી રૂ. ૧૦૦૦ સુધીનો છે.

You might also like