ના હોય! અહીં ગણેશજી મોબાઇલથી સાંભળે છે ભક્તોની અરજી

આજની દુનિયામાં બધુ જ એડવાન્સ થઇ રહ્યું છે. તો ગણેશજી કેમ પાછળ રહી જાય છે. વાત છે જૂના ઇન્દોરની કે જ્યાં ચિંતામન ગણેશજી છે. જેમની સાથે ભક્તો ફોનથી વાત કરીને પોતાની સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરે છે. આ દસ દિવસમાં ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજી પાસે લોકોના અનેક ફોન આવે છે. માત્ર ઇન્દોરથી જ નહીં વિદેશથી પણ લોકો તેમને કોલ કરે છે અને પોતાની સમસ્યા ગણેશજીને કહે છે.

1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ચિંતામન ગણેશજીએ દરેક તબક્કે ભક્તો સાથે જોડાવા માટે અવનવા રસ્તા અપનાવ્યા છે. ફોન કોલ્સ પહેલાં પણ ગણેશજી પોતાના ભક્તો સાથે સંપર્કમાં રહેવા માટે ચિઠ્ઠી લખતા હતા. પણ જ્યારથી મોબાઇલ આવ્યો છે ત્યારથી એટલે કે વર્ષ 2005થી ભગવાને ભક્તોની પ્રાર્થના ફોન પર સાંભળવાની શરૂ કરી દીધી છે.

જેના માટે ભગવાન પાસે એક અલગ ફોન રાખવામાં આવ્યો છે. જે માત્ર મંદિરના પૂજારી પાસે હોય છે. જ્યારે કોઇ ભક્ત ચિંતામન ગણેશજી સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે તરત જ ફોન ભગવાનની મૂર્તિના કાન પાસે રાખવામાં આવે છે. સામાન્ય દિવસોમાં તો ભગવાન સાથે વાત કરવા કોઇને કોઇન ભક્તના ફોન આવે છે. જ્યારે ગણેશ ચતૂર્થીના દિવસે ભગવાનને 200થી પણ વધારે ફોન કોલ્સ આને છે. આવા ખાસ દિવસોએ ભક્તો ભગવાન સાથે વાત કરે છે અને મનોકામના પૂર્ણ થતા ભગવાનનો આભાર માનવા માટે  પણ ફોન કોલ કરે છે.

You might also like