અમદાવાદમાં અશ્રુભીની આંખે ગજાનનની અંતિમ વિદાઈ, રિવરફ્રન્ટ પર ઉમટ્યા ભાવિક ભક્તો

અમદાવાદમાં આજે ગણપતિ વિસર્જનની ધૂમધામ તૈયારીઓ ચાલી રહી છે. આજે સમગ્ર ભાવિક ભક્તો એક પછી એક શ્રી ગણપતિદાદાની મૂર્તિનું વિસર્જન કરવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. 10 દિવસ સુધી મંગલમૂર્તિની પૂજા અર્ચના કરીને ભાવિક ભક્તો વાજતે-ગાજતે ધામધૂમપૂર્વક ગજાનનને અંતિમ વિદાઈ આપી રહ્યા છે.

આજે ગણપતિનું વિસર્જન કરતી વખતે ભક્તોમાં કંઇક અનેરો ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. ભાવિક ભક્તોનો ખૂબ જ મોટા પાયે મેળાવડો જોવાં મળી રહ્યો છે અને સૌ કોઇ ગજાનની મૂર્તિનું ભક્તિભાવથી વિસર્જન કરવાં આતુર છે.

અમદાવાદઃ આજે ગજાનનની અંતિમ વિદાઈ
વિઘ્નહર્તાનું કરાશે વિસર્જન
અશ્રુભીની આંખે મંગલમૂર્તિની વિદાઈ
રિવરફ્રન્ટ પર ઉમટ્યા અનેક ભાવિક ભક્તો

You might also like