રાજપીપળાના નાંદોદ તાલુકાના ફુમસ ગામે શ્રીજીની વિસર્જન યાત્રામાં ધિંગાણું

અમદાવાદ: રાજપીપળાના નાદોદ તાલુકાના ફુમસ ગામમાં ગણપતિ વિસર્જનમાં જોરદાર ધિંગાણું થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અા ધિંગાણામાં થયેલા હુમલાઓમાં એક વ્યક્તિનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું જ્યારે સાત યુવાનોને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે નાંદોદ તાલુકાના ફુમસ ગામમાં ગણપતિની પ્રતિમાની વિસર્જન યાત્રા રંગેચંગે નીકળી હતી. બાજુમાં અાવેલા સિસોદરા ગામની નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહ્યા હતા ત્યારે કેટલીક મહિલાઓ અા યાત્રામાં નાચતી હતી તે વખતે બે ત્રણ યુવાનોએ મહિલાની છેડતી કરતા યાત્રામાં જોડાયેલા લોકોએ છેડતી કરનારાઓને ટોકતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં જ બંને ગામના યુવાનોએ અામને સામને અાવી જઈ ઘાતક હથિયારથી એકબીજા પર હુમલા કરતાં એ યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર મળતા પહેલાં જ મોત થયું હતું જ્યારે અન્ય સાત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરાની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

જેમાંથી બેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઈ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

You might also like