વડોદરાઃ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની ભવ્ય સ્થાપના, સમગ્ર ગાયકવાડ પરિવાર રહ્યું ઉપસ્થિત

વડોદરાઃ ગણપતિ બાપ્પા મોરિયાનાં જયઘોષ સાથે આજથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાનાં મહારાજા પેલેસમાં ભગવાન ગણેશને દર વર્ષની જેમ આ વર્ષે પણ પેલેસનાં દરબાર હોલમાં બેસાડવામાં આવ્યાં છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં ભગવાનની સ્થાપના પછી આરતી કરાઈ. આરતીમાં રાજા સમરજીતસિંહ, રાજમાતે શુંભાગીની રાજે, રાણી રાધીકા ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે વડોદરાનાં રાજવી પરિવારનાં ગણપતિ તેની ધાર્મિક ભાવના અને લોકશ્રદ્ધાને લઈને વડોદરાની જનતા માટે એક મોટું આસ્થાનું કેન્દ્ર છે. સંસ્કાર નગરી વડોદરામાં ગાયકવાડ રાજવી પરિવારને ત્યાં પણ દર વર્ષે ગણપતિ બાપ્પાની પધરામણી થઈ છે. છેલ્લાં અનેક વર્ષોથી વડોદરાનાં રાજવી પરિવારમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવેલ છે. મહત્વનું છે કે આ વખતે રાજવી પરિવારનાં સભ્યો ગણપતિ બાપ્પાને પાલખીમાં બીરાજમાન કરીને રાજમહેલ લાવ્યાં હતાં.

રાજવી પરિવારનાં ગણપતિની પ્રતિમા છેલ્લી 3જી પેઢીથી બનાવીએ છીએ. 3 ફૂટની મૂર્તિ હોય છે અને માટીથી બનાવવામાં આવે છે. માટી જે છે તે ભાવનગરથી લાવવામાં આવે છે અને 3 મહિના પહેલાંથી જ મૂર્તિ બનાવવાનું શરૂ થઇ જાય છે. આ જે ગણેશજીની પ્રતિમા છે એ ધાર્મિક, શાસ્ત્રોક્ત અને પૂજનીય મૂર્તિ છે અને છેલ્લાં 79 વર્ષથી અમે ગણેશજીની પ્રતિમા બનાવીએ છે.

You might also like