ગાંધીજી અંગે વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસના દેખાવો

વડોદરા : બિહારના રાજયપાલ મહામહિમ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ આજે વડોદરા આવ્યા હતા અને કમાટીબાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિ આવેલી છે તેના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ લક્ષ્મીવિલાસ પેલેસમાં સર સયાજીરાવ ગાયકવાડને કૃતજ્ઞતા અદા કરવાના સમારોહમાં હાજર રહયા હતા. ગઈકાલે તેમણે વકતવ્યમાં ગાંધીજીને અને નહેરૂને સત્તા લાલસુ બતાવ્યા હતા તેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે લક્ષ્મીવિલાસ પેલેસના દરવાજા પર પ્લેકાર્ડ સાથે ધરણાં અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પેલેસના ગેટ પર ગુલાબના ફૂલ લગાવી તેમને ઈશ્વર સદ્બુધ્ધિ આપે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત રાજયપાલને તેમના આ કૃત્ય માટે રાજીનામું આપવાની માંગ કરવામાં આવી હતી અને બાપુનું અપમાન એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કર્યું હોવાની લાગણી પ્રદર્શિત કરી હતી આ ધરણાંમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બિહારના રાજયપાલના રાજીનામાની માંગણી કરી હતી.

You might also like