VIDEO: ગુજરાતમાં 14મી વિધાનસભા સમિતિનાં સભ્યોની કરાઈ નિમણુંક

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 14મી વિધાનસભાની સમિતિઓનાં સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આ દરમ્યાન 14 સમિતિનાં સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે હવે બિન સરકારી સભ્યોનાં કામકાજ સમિતિનાં અધ્યક્ષ તરીકે યોગેશ પટેલ, ગૌણ વિધાન સમિતિનાં અધ્યક્ષ તરીકે પુર્ણેશ મોદી, નિયમો માટેની સમિતિની દેખરેખ વિધાનસભા અધ્યક્ષ ધ્યાન રાખશે.

સરકારે લોકોને આપેલી ખાતરી માટેની સમિતિનાં અધ્યક્ષ તરીકે વલ્લભ ભાઈ કાકડીયા, અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણની સમિતિનાં અધ્યક્ષ તરીકે મોહન ઢોડીયા, સભાગૃહમાં સભ્યોની ગેરહાજરીની સમિતિના અધ્યક્ષ તરીકે મહેશકુમાર રાવલને ચૂંટવામાં આવ્યાં છે અને સદસ્ય નિવાસ સમિતિનાં અધ્યક્ષ તરીકે હર્ષ સંઘવી, સભાગૃહનાં મેજ પર મુકાયેલા કાગળોની સમિતિનાં અધ્યક્ષ તરીકે મુકેશ પટેલની નિમણૂંક કરાઇ.

અરજી સમિતિનાં અધ્યક્ષ તરીકે અર્જુનસિંહ ચૌહાણ, વિશેષાધિકાર સમિતિનાં અધ્યક્ષ તરીકે રાકેશ શાહ, સભ્યોનાં ભથ્થા અંગેનાં નિયમોની સમિતિનાં અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર સુખડીયા, અનુસૂચિત જાતિઓનાં કલ્યાણની સમિતિનાં અધ્યક્ષ તરીકે પ્રદીપ પરમાર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનાં કલ્યાણ સમિતિનાં અધ્યક્ષ તરીકે શંભુજી ઠાકોરને ચૂટવામાં આવ્યાં છે.

You might also like