ગાંધીનગરના ઉદ્યોગભવનમાં પોલીસનો દરોડોઃ જુગાર રમતાં દસ નબીરા ઝડપાયા

અમદાવાદ: ગાંધીનગરના ઉદ્યોગભગનમાં અાવેલ મુલાકાતીઓ માટે વેટિંગ સ્પેસમાં જુગાર રમતાં દસ જુગારિયાને પોલીસે દરોડો પાડી ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેક્ટર-૭ની પોલીસને બાતમી મળી હતી કે ગાંધીનગર ઉદ્યોગભવનમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની કચેરીમાં અાવેલ મુલાકાતીઓ માટેના વેટિંગ સ્પેસમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. અા બાતમીના અાધારે પોલીસે છાપો મારી અરવિંદ પટેલ, ગીરિશ પરમાર, શૈલેશ જમોડ, પંકજ પરમાર, વિવેક મોહરે, ઋષિલ પટેલ, રશ્મિકાંત પટેલ, હાર્દિક મકવાણા, પવન ગુપ્તા, વિપુલ સુતરિયા સહિત દસ શખસને ઝડપી લઈ ૧૨ મોબાઈલ, ફોન, રૂપિયા ૨૬ હજારની રકમ અને વાહનો કબજે કરી અા અંગે ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત ગાંધીનગર નજીક અાવેલા ગલુદણની સીમમાં પણ પોલીસે છાપો મારી છ શખસને જુગાર રમતાં અાબાદ ઝડપી લઈ રૂપિયા ૫૦ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ગાંધીનગરના શાંતિકુંજ સોસાયટી પાસે પણ જુગાર રમતાં ત્રણ શખસને ઝડપી લીધા હતા. જ્યારે ચાર શખસ નાસી છૂટ્યા હતા.

You might also like