VIDEO: TET-2માં ઉતિર્ણ ઉમેદવારોએ શિક્ષણ વિભાગને આપી આત્મવિલોપનની ચીમકી

ગાંધીનગરઃ ટેટ-2માં ઉતિર્ણ ઉમેદવારોની ભરતી કરવાની માગનાં મામલે રાજ્ય શિક્ષણ વિભાગનાં અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમા ણે વિદ્યાસહાયકો દ્વારા ભરતી કરવા મામલે શિક્ષણ વિભાગનાં અધિકારીઓને ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યાં છે.

અંદાજીત 1 હજાર જેટલાં વિદ્યાસહાયકોએ વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ મોકલ્યાં છે અને જણાવ્યું છે કે, જો તાત્કાલિક ભર તી કરવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપન કરવામાં આવશે. જો કે આવાં ધમકીભર્યા મેસેજને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સાયબર સેલને સૂચના આપવામાં આવી છે કે, ચિમકી આપનારા તમામ અરજદારો સામે જરૂરી પગલાં ભરવામાં આવે.

ટેટ-2માં ઉતિર્ણ ઉમેદવારોની શિક્ષણ વિભાગને ધમકી
જો ભરતી નહીં કરવામાં આવે તો આત્મવિલોપન કરાશે
1 હજારથી વધુ ઉમેદવારોએ કર્યા ધમકીભર્યા મેસેજ
વિદ્યાસહાયકોએ ભરતી કરવા કર્યું દબાણ
સામૂહિક આત્મવિલોપનની ચીમકી મળતાં શિક્ષણ વિભાગ હરકતમાં
અરજદારો સામે જરૂરી પગલાં ભરવા અપીલ
આ પ્રકારની ધમકી કેટલી યોગ્ય?

You might also like